GUJARATMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના ચંદ્રગઢ ગામે પાણીની કેનાલમાં ડૂબી જતાં બે ના મોત
Halvad:હળવદના ચંદ્રગઢ ગામે પાણીની કેનાલમાં ડૂબી જતાં બેના મોત
હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે નીકળતી પાણીની કેનાલમાં ડૂબી જતાં સગીર અને યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં કાંતીલાલ મીઠાભાઈ કણઝારીયાની વાડીએ રહેતા હીતેષભાઈ ભાવેશભાઈ રાઠવા (ઉ.વ.૧૫) તથા અશ્વિનભાઈ સંજયભાઈ રાઠવા ઉ.વ.૨૩વાળા ચંદ્રગઢ ગામે હોય ત્યારે ચંદ્રગઢ ગામે નીકળતી પાણીની કેનાલમાં હીતેષભાઈ કેનાલમાં પાણી ભરવા જતાં પગ લપસી કેનાલમાં પડી જતા કેનાલમાં પડેલ હીતેષભાઈને બચાવવા જતાં અશ્વિનભાઈ સહિત બંને ડૂબી જતાં બંન્નેના મોત નિપજ્યાં હતાં આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.