GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર ઉર્દુ પ્રા.શાળામાં નવીન શાળા વ્યવસ્થાપન સમિતિ અને નવી ભરતી થયેલા ૬ વિદ્યા સહાયકો નો સન્માન સમારંભ યોજાયો.
તારીખ ૧૨/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની ઉર્દુ પ્રાથમિક શાળા વેજલપુરમાં નવીન શાળા વ્યવસ્થાપન સમિતિ અને હાલમાં નવી ભરતી થયેલ અને ઉર્દૂ શાળામાં નિમણૂક થયેલ છ વિદ્યા સહાયકો નો સન્માન સમારંભ યોજાયો હતો.જેમાં એસ.એમ.સી ના અધ્યક્ષ હારુનભાઈ,શાળાના આચાર્ય હબીબુલ્લાહ સમોલ ,શાળા ના શિક્ષક આલમ ઈમ્તિયાઝ, શેખ ગુલામનબી તેમજ શાળા ના તમામ શિક્ષક સ્ટાફ તેમજ પગાર કેન્દ્રના આચાર્ય કંચનભાઈ સી.આર.સી કો .ઓ. દિનેશભાઈ તેમજ એસ.એમ.સી ના તમામ સભ્યો અને એસ.એમ.સી પ્રમુખ દ્વારા નવીન આવેલ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં એસ.એમ.સી ના સભ્ય લુકમાનભાઈ ખૂંધા તેમજ સીરાજભાઈ જમાલ દ્વારા નવા આવેલ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે ગતરોજ યોજાયેલા સન્માન સમારંભમાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહી કાર્યક્રમ ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.