GUJARATKUTCHMANDAVI

ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે ABRSM-કચ્છ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ.

પ્રતિમાને હારારોપણ બાદ સેવા વસ્તીમાં મિઠાઈ વિતરણ કરી સમરસતાનો સંદેશ અપાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા-14 એપ્રિલ : ભારતના બંધારણના ઘડવૈયા તથા સામાજિક ન્યાયના પ્રણેતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા ભુજ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.આ અવસરે મહાસંઘના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ટાઉન હોલ પાસે, ભુજ મધ્યે ડૉ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હારારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેવા પ્રવૃતિના ભાગરૂપે મહાસંઘના કાર્યકર્તાઓએ સેવા વસ્તી વિસ્તારોમાં જઈ બાળકોને ડૉ બાબાસાહેબની જન્મજયંતિ નિમિતે ફરસાણ-મિષ્ટાનનું વિતરણ કરી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરેલ હતો અને આ સાથે સમરસતાનો સંદેશ પણ આપેલ હતો. સેવા વસ્તીમાં ડૉ. બાબાસાહેબની છબીને હારારોપણ કરી તેમના જીવન, કવન અને વિચારો પર વાર્તાલાપ કરી બાળકોને તેમના જીવનમાંથી પ્રેરણા લેવાની અપીલ પણ કરી હતી.સેવા વસ્તી મિઠાઈ વિતરણ કાર્યક્રમનું સંકલન તેજસ્વિની ગ્રુપના સંયોજિકા અને સમાજ સેવિકા એડવોકેટ રસિલાબેન પંડ્યાએ કરેલ હતું. તેમના મુખ્ય યોગદાન બદલ ABRSM- કચ્છ તરફથી તેમને પુસ્તક, કલમ અને શ્રી રામના ખેસ વડે સન્માનિત કરવામાં આવેલ હતા. ABRSM-કચ્છની શૈક્ષણિક, સામાજિક અને રાષ્ટ્રસેવા સંબંધિત પ્રવૃત્તિઓની પ્રશંસા સાથે સમગ્ર કાર્યક્રમના સફળ સંકલન કરવા બદલ તેજસ્વિની ગ્રુપ તરફથી ABRSM-કચ્છના પ્રતિનિધિ એવા ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ને પ્રતિકાત્મક મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ABRSM-કચ્છ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સરકારી અધ્યક્ષ નયનભાઈ વાંઝા, ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર અને અમોલભાઈ ધોળકીયા, પ્રાથમિક ગ્રાન્ટેડ પ્રાંત કારોબારી સભ્ય તિમિરભાઇ ગોર, પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલ સહિતના કાર્યકર્તાઓએ ખાસ જહેમત ઉઠાવેલ હતી.

Back to top button
error: Content is protected !!