GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: સ્થૂળતા અંગે જાગૃતિ કાર્યક્રમો યોજી વડાપ્રધાનશ્રીના આહ્વાનને ચરિતાર્થ કરતી નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ…

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની વિવિધ શાળાઓમાં “સ્થૂળતા અંગે જાગૃતિ” તથા “પોષણ શપથ” કાર્યક્રમો યોજાયા…

મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સકારાત્મક પ્રયત્નો અને સમાજના સહયોગથી ‘સ્વસ્થ અને સુપોષિત ગુજરાત’ બનાવવાની દિશામાં પોષણ અભિયાન એક મજબૂત પગલું સાબિત થઈ રહ્યું છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ સહિત જિલ્લા તંત્રના સક્રિય સહયોગથી નવસારી જિલ્લામાં પોષણ માસની ઉજવણી અસરકારક રીતે થઇ રહી છે.

 

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં પોષણ માસ દરમિયાન બાળકોને આરોગ્યપ્રદ આહાર, નિયમિત વ્યાયામ તથા સંતુલિત જીવનશૈલી અંગે પ્રાથમિક શાળાઓમાં માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સાથે પોષણ શપથ, ચિત્ર સ્પર્ધા, યોગ ડેમોસ્ટ્રેશન જેવી વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓ શાળાના બાળકો, શિક્ષકો તથા ઉપસ્થિત મહાનુભાવો, અને વાલીઓ દ્વારા પોષણ શપથ સહિત સ્થૂળતા અંગે જાગૃતિ જેવા કાર્યક્રમો યોજાયા છે.

ગણદેવી તાલુકાની અમલસાડ કુમારશાળા, પ્રાથમિક વિદ્યામંદિર દેવધા, અમલસાડ મિશ્ર પ્રાથમિક શાળા તથા પ્રાથમિક શાળા ગાંધીનગરના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા અન્ય લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં અમલસાડ કુમારશાળા – ૮૫, પ્રાથમિક વિદ્યામંદિર દેવધા – ૧૦૧,અમલસાડ મિશ્ર પ્રાથમિક શાળા – ૧૫ અને પ્રાથમિક શાળા, ગાંધીનગર –૩૮ મળી કુલ-૨૩૯  લોકોએ આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો જેમાં ૨૨૦ બાળકો, ૧૫ શિક્ષકો તથા ૦૪ અન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

અત્રે નોંધનિય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સહી પોષણ દેશ રોશન’ના આહવાનને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારે અનેક પોષણલક્ષી નવતર આયામો હાથ ધર્યા છે. ભારતને કુપોષણ મુક્ત બનાવવાની નેમ સાથે દેશભરમાં વર્ષ ૨૦૧૮થી દર વર્ષે માર્ચ-એપ્રિલ માસમાં ‘પોષણ પખવાડિયું’ અને સપ્ટેમ્બર માસમાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ ઊજવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે પોષણ માસ દરમિયાન મુખ્ય ૬ થીમ પર રાજ્યમાં ઊજવણી કરવામાં આવી રહી છે.  નવસારી જિલ્લમાં વિવિધ કાર્યક્રમો દ્વારા આરોગ્ય જાગૃતિનો સંદેશ સમાજ સુધી પહોંચ્યો અને બાળકોમાં પોષણ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવાના પ્રયત્નો સફળ થઇ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!