GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જેતપુર તાલુકાની વિવિધ શાળાઓ, રાજકોટની આર.કે. યુનિવર્સિટી, ભરાડ બી.એડ.કોલેજમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયા

તા.૧૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે.

જે અંતર્ગત, ૭૪- જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં જેતપુર તાલુકા શાળા નં-૧, ઉ૫લેટા શહેરના ભાગ નંબર ૯૩, ભાગ નંબર ૮૯-૯૦ તેમજ ચીખલીયા ગામમાં “ચુનાવ કી પાઠશાલા”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌને મતદાનનું મહત્વ સમજાવાયું હતું.

નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત)ની ઉપસ્થિતિમાં ૭૪ જેતપુર મત વિસ્તારમાં જામકંડોરણા તાલુકાના જશા૫ર ગામે સ્વી૫ અંતર્ગત જામકંડોરણા તાલુકા વહીવટી ટીમ અને જામકંડોરણા ગ્રામ પંચાયત ટીમ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો તથા વહીવટી સ્ટાફ હાજર રહ્યો હતો. આ તકે મહિલા તથા યુવાનોને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.

૭૧ રાજકોટ ગ્રામ્યમાં સમાવિષ્ટ લોધિકા તાલુકાના મોટાવડા તથા કોઠા પીપરીયા ગામ ખાતે મહિલાઓનું મતદાન વધારવા વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી.

ઉપરાંત રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ પાસે આવેલી આર.કે.યુનિવર્સિટી તથા ભરાડ બી.એડ.કોલેજમાં આજરોજ મતદાર જાગૃતિ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વહીવટી સ્ટાફ સહિત સૌને મતદાન કરવા માટેની નૈતિક ફરજ નિભાવી લોકશાહીના પર્વમાં ભાગ લેવા સમજૂતિ આપવામાં આવી હતી તથા મતદાન અંગેના શપથ લેવામાં આવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!