GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટની અહલ્યાભાઈ હોલકર પ્રાથમિક શાળા ખાતે ગણિત, પર્યાવરણ અને વિજ્ઞાન વિષયો પર વિવિધ કૃતિઓ પ્રદર્શિત કરાઈ

તા.૨૪/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: શાળામાં વિદ્યાર્થીઓ વિવિધ વિષયોના અભ્યાસ સાથે પ્રાયોગિક કાર્યને અમલમાં લાવે ત્યારે જ અભ્યાસ સંપૂર્ણ થયો કહેવાય. જેના ભાગરૂપે રાજકોટની જી.સી.ઈ.આર.ટી., જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શ્રી અહલ્યાભાઈ હોલકર પ્રાથમિક શાળા નંબર ૫૭ ખાતે સી.આર.સી. કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ વિષયો પર વિવિધ ચાર્ટ, પ્રતિકૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સી.આર.સી. નં.૦૯ની આઠ શાળાઓ દ્વારા પાંચ વિભાગમાં કુલ ૧૯ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં આધુનિક ટેકનોલોજી અને ગણિતના વિવિધ ચાર્ટ અને મોડેલો રજૂ કરવામાં આવ્યા હતા. શાળામાં વિવિધ ગાણિતિક અને વૈજ્ઞાનિક આકારો અને સૌર મંડળની વિવિધ પ્રતિકૃતિઓ દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં અંદાજે ૩૫૦ વિદ્યાર્થીઓ તથા ૩૦ શિક્ષકોએ મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં સેલ્ફી પોઇન્ટ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

સી.આર.સી. નં.૦૯ના કોઓર્ડીનેટર શ્રી મનીષાબેન ચાવડા તથા શિક્ષકોએ આ પ્રદર્શનને સફળ બનાવવા ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે અગ્રણી શ્રી અનિલભાઈ લીંબડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!