વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી તા.૧૧ એપ્રિલ–જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા વધારવા સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી અંતર્ગત ભૂમિ સુપોષણ અભિયાન કાર્યરત છે. જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા ગણદેવી તાલુકાના માસા ગામે વર્મી કમ્પોસ્ટ બનાવટ માટેની તાંત્રિક તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં કેન્દ્રના વૈજ્ઞાનિક સમિત સાળુંખે અને ગૃહ વૈજ્ઞાનિક નિતલ પટેલે વર્મીબેડમાં અળસિયાનાં ખાતર બનાવટ અંગે તાંત્રિક માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક સરપંચ બહેન શ્રીમતિ રોકીતા પટેલનાં હસ્તે વર્મીકમ્પોસ્ટ સાધનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના ૩૫ જેટલા ખેડૂતઓ ઉપસ્થિત રહી વર્મીકમ્પોસ્ટ વિષે માર્ગદર્શન મેળવ્યું હતું.