BANASKANTHAGUJARATPALANPUR

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી

23 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વસંત પંચમીને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે આ દિવસે મા સરસ્વતી.. વિદ્યાની દેવીની પૂજા અર્ચના કરવામાં આવે છે. બ્રહ્માજી જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે તેમની રચનામાં એમને કોણ લાગી તો એમણે પોતાના કમંડળમાંથી જળનો છંટકાવ કર્યો અને એક ચાર હાથ વાળી દેવી પ્રગટ થયા.. જેમને આજે આપણે વિદ્યાની દેવીમાં સરસ્વતી ના નામે પૂજીએ છીએ.. આજ રોજ સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ ના બાળકો દ્વારા ખૂબ જ શ્રદ્ધા – ભાવ સાથે પીળા અને સફેદ વસ્ત્રો ધારણ કરીને માં સરસ્વતીની પૂજા કરવામાં આવી અને માને આરાધના કરવામાં આવી કે માં અમને સદબુદ્ધિ અને અખૂટ જ્ઞાનનું ભંડાર અર્પજો.. સમગ્ર શાળા નું વાતાવરણ નાના નાના બાળકોના મુખેથી અને શિક્ષક ગણ દ્વારા માં સરસ્વતીના મંત્રજાપ ધ્વારા આનંદ અને અધિક જ્ઞાનમય બની ગયું હતું.આ નયનરમ્ય પૂજા અને જ્ઞાન સાગર કાર્યક્રમ નું આયોજન શાળા ના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ , ઇંગ્લીશ મીડીયમ આચર્યા હેતલ રાવલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!