GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ભક્તિમય વાતાવરણમાં વસંત પંચમીની ઉજવણી કરાઈ.

તારીખ ૨૪/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે ‘સરસ્વતી વંદના’ અને પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે શાળાના આચાર્ય રીતેશભાઈ પંડ્યા દ્વારા દેવી સરસ્વતીનું પૂજન અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીનીઓએ મધુર કંઠે સરસ્વતી વંદના પ્રસ્તુત કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. શાળાના આચાર્ય રીતેશભાઈ પંડ્યાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને જ્ઞાન અને સંસ્કારનું મહત્વ સમજાવતા ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. અંતમાં પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.







