BHUJGUJARATKUTCH

ભુજ નો વિદ્યાર્થી વત્સલ મહેશ્વરી ફીઝીઓથેરાપી અધિવેશનમાં રાજ્યમાં બીજો આવ્યો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા- ૧૬ નવેમ્બર : વિશ્વવિજેતા પાવર લિફ્ટર અને ફીઝીઓથેર્પી ના ત્રીજા વરસમાં અત્રે અભ્યાસ કરતો ૨૧ વર્ષીય વત્સલ મહેશ્વરી એ સંશોધન કાર્ય માં પણ અનેરી સીધી પ્રાપ્ત કરી છે.૧૪ અને ૧૫ મી એ વડોદરા ની જાણીતી પારુલ યુનિવર્સીટી ખાતે ગુજરાત ની ફીઝીઓથેર્પી કોલેજો દ્વારા યોજાયેલ તેમના ૧૬માં અધિવેશન માં સ્પોર્ટ્સ અને ફ્ય્સિઓથેરપ્ય વચ્ચે ના સબંધ અંગે ની વાત સમજાવી હતી જેમાં બીજું સ્થાન પ્રાપ્ત કરતા વિશેષ ટ્રોફી, પ્રશ્તી પત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરવા માં આવ્યું છે.તેના પ્રકારના એક માત્ર સંશોધન પત્ર મા ઘૂંટણ અને તેના સ્નાયુઓ પર પડતી કસરત ની અસર ની સમજ આપી હતી. વત્સલે આ પહેલા તેમનો આ સંશોધન પત્ર ભારત અને અંતરરાષ્ટ્રીય સંશોધન પત્ર પ્રસિદ્ધ કરતી સંસ્થાઓ ને મોકલાવતા તેમને પણ તેનો પ્રસીધી માટે સ્વર કર્યો છે.સામાન્ય રીતે સંશોધન પત્રો અનુસ્નાતક અભ્યાસ પૂરો કરી લખતા હોય છે પણ અહીં વત્સલ તેના ડિગ્રી અભ્યાસ માં હજુ ત્રીજા વરસ માં છે ત્યારે તેમને આ સ્વ અનુભવ ના આધારે જીમ ને અભ્યાસ સાથે જોડી તૈયાર કર્યો છે અને પ્રશંસા પ્રાપ્ત કરી છે.

Back to top button
error: Content is protected !!