GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં નવસર્જન થય રહેલા પંચાસર રોડ અને રવાપર રોડની વિગત દર્શાવતા બોર્ડ મુકવા મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ

MORBI:મોરબીમાં નવસર્જન થય રહેલા પંચાસર રોડ અને રવાપર રોડની વિગત દર્શાવતા બોર્ડ મુકવા મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ

 

 

મોરબી નગરપાલીકા હેઠળના નવસર્જન થઈ રહેલા પંચાસર રોડ અને રવાપર રોડની વિગત દર્શાવતા બોર્ડ મુકવા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી માંગ કરી છે.


મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી જણાવ્યું છે કે મોરબી નગરપાલીકા હેઠળ હાલમાં પંચાસર રોડ તથા રવાપર રોડનું કામ ચાલી રહયું છે. બંને રોડની અંદાજીત કિંમત એક કરોડથી વધારે છે. જેમાં માર્ગ મકાન વિભાગના પરિપત્ર મુજબ એક કરોડથી વધુ રકમના કામમાં રોડ રસ્તા કે વિકાસના કામની વિગત દર્શાવતું બોર્ડ કામ ચાલુ હોય ત્યાં મુકવાનું હોય છે. પરંતુ પંચાસર રોડ અને રવાપર રોડ ઉપર આવા રોડની વિગત દર્શાવતા બોર્ડ દેખાતા નથી એટલે કે બોર્ડ મુકવામાં આવેલ નથી. તો તાત્કાલીક ધોરણે જાહેર જનતાને વાંચી શકાય તે રીતે બંને સાઈટ ઉપર રોડની વિગત દર્શાવતા બોર્ડ મુકવામાં આવે. તેમજ કામ કરતી એજન્સી દ્વારા સાઈટ ઉપર પોતાનો ઈજનેર રાખેલ છે કે કેમ ? તેની તપાસ કરવામાં આવે અને જો ન રાખેલ હોય તો તાત્કાલીક કામ ચાલુ હોય ત્યાં ઈજનેર મુકવા એજન્સીને સુચના આપવામાં આવે. તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!