
સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિરે અગ્રણીઓ અને સંત મનમોહનદાસની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી
આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ સમગ્ર ભરૂચ જિલ્લામાં પરંપરાગત ઉત્સાહ અને ભક્તિભાવથી મનાવાયું હતું.ગુરુ પૂર્ણિમા એટલે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ કરવાનું પર્વ. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે.ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ ઠેરઠેર ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવાયું. તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિરે મંદિરના સંત મનમોહનદાસજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઇ. આજુબાજુના ગામોએથી આવેલ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય શાસ્ત્રોમાં ગુરૂ પૂર્ણિમાનું મોટું મહત્વ છે. ગુરૂ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ખુબ મહત્વનો તહેવાર છે.આજરોજ ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોએ પણ ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવાયું હતુ. જીવનમાં આધ્યાત્મિક ગુરુનુ મોટું મહત્વ રહેલું છે,ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના આધ્યાત્મિક સંબંધ સાથે જોડાયેલું પર્વ ગણાય છે.ગુરૂનો અર્થ થયા છે ‘અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લઇ જનાર. ભારતીય સંસ્કૃતિમાં મહર્ષિ વેદવ્યાસનું યોગદાન મોટું મનાય છે,ગુરુ પૂર્ણિમાનું પર્વ વેદવ્યાસ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે.
ઈરફાનખત્રી
રાજપારડી






