GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરમાં સોમનાથ પાતાળેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત પ્રથમ કાવડ યાત્રા યોજાઈ

તારીખ ૧૮/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરના શિશુ મંદિર ખાતેથી પ્રથમ કાવડ યાત્રા નો પ્રસ્થાન કરવામાં આવ્યું કાલોલ નગરના સોમનાથ પાતાળેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત યાત્રા માં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. વહેલી સવારે મંદિર ખાતે કાવડ પૂજા કરાવવામાં આવી હતી અને ત્યારબાદ બેન્ડવાજા સાથે કાવડિયા ખુલ્લા પગે નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સોમનાથ પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કાવડયાત્રામાં શ્રદ્ધાળુઓ ભગવાન વસ્ત્રો પહેરીને કાવડ લઈને ઉપસ્થિત રહ્યા હતા. અને સોમનાથ પાતાળેશ્વર મહાદેવના મંદિરે કાવડિયાઓ દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો.





