રૂનાડ હાઈસ્કૂલમાં ઇન્ચાર્જ આચાર્ય શ્રી હરિશભાઈ પઢિયાર સાહેબના જન્મદિવસની ઉજવણી કરાઇ.
શ્રી રામ કબીર ઉ.બુ.વિદ્યાલય રૂનાડમાં ઇન્ચાર્જ આચાર્ય શ્રી હરીશભાઈ પઢિયારના જન્મદિવસની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી શાળા પરિવાર અને વિદ્યાર્થી સમૂહ દ્વારા ખાસ શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને સમગ્ર શાળા પરિવારે સાથે મળીને નક્કી કર્યું કે હવેથી કોઈના પણ જન્મદિન નિમિતે કોઈ ખોટો ખર્ચ ન કરતા એક છોડ રોપવાનું આયોજન કરવામાં આવ્યુ છે જેને સમગ્ર શાળા પરિવારે આવકાર્યું હતું
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ