AHAVADANG

ડાંગ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 2.83 રૂ. લાખની વીજ ચોરી ઝડપાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાની વઘઈ વિભાગીય કચેરીની વિજિલન્સ ટીમ દ્વારા આહવા તથા આસપાસના વિસ્તારમાં  વીજ ગ્રાહકોનાં ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી હતી.ત્યારે 9 જેટલા ગ્રાહકો વીજ ચોરી  કરતા ઝડપાયા હતા.ડાંગ જિલ્લામાં વિભાગીય કચેરી વઘઈ ની વિજિલન્સ ટીમ દ્વારા આહવા શહેર તથા આજુબાજુના ગામમાં વીજ ગ્રાહકોના વીજ મીટર ચેક કરવામાં આવ્યા હતા.આહવા સહીત ચનખલ,પીપલ્યામાળ વિસ્તારમાં વીજ કંપનીનાં વિજિલન્સ વિભાગે સર્ચ કરેલી કામગીરીમાં આહવાનાં અનુરાધાબેન આનંદભાઈ ગાઈનને ત્યાં ચેકીંગ દરમ્યાન મીટરમાં ચેડા  કરેલ જણાતા વીજ કંપનીએ અનુરાધાબેન એ ગાઈનને રૂ 40,774 નો તેમજ દેવરામભાઇ મહાદુભાઈ ભોયે રૂ 3646 કમલેશભાઈ લહાનુભાઈ ગાંગોડા રૂ 75,769,રમેશભાઈ મુકુંરાઈને રૂ 25,345,દિલીપભાઈ ભાવલુભાઈ બાગુલ રૂ 1570 તેમજ સુમિત્રાબેન  બાબુભાઇ રૂ 1,07,693 તેમજ મંગીબેન દેબાજુભાઈ ભોંયે પીપલ્યા માળને 11,641 સોમનભાઈ મનસુભાઈ ચનખલ ને રૂ 2702 અવિનાશ ચુનીલાલ ભોંયે પીપલ્યામાળ રૂ 4063 મળી કુલ રૂ 2,83,207.85 નો દંડ ફટકારી વીજ કનેકશન કાપી નાંખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જોકે આ લિસ્ટમાં ડાંગ કૉંગ્રેસ સમિતિનાં આઇટી સેલનાં પ્રમુખની ધર્મપત્ની અનુરાધાબેનનું નામ પણ સામેલ હોવાથી આહવા નગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.તેમજ પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળ્યા હતા.

Back to top button
error: Content is protected !!