વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા -૧૫ જુલાઈ : કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. જોકે, વરસાદી વિરામ બાદ તરત માર્ગ અને મકાન વિભાગ રાજ્ય એ રસ્તાઓના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. કચ્છના મુખ્યમથક ભુજ શહેરમાં વિવિધ રસ્તાઓને રીપેરીંગ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભુજ શહેરના પ્રવેશદ્વાર સહિતના આજુબાજુના વિસ્તારોમાં આયોજનબદ્ધ રીતે તબક્કાવાર રોડ રીપેરીંગ અને પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. આજરોજ ભુજના સ્મૃતિવન મેમોરિયલથી માધાપર જતા રોડનું ડામરવર્ક કરીને સમારકામ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ ઉપરની ડસ્ટ રિમૂવ કરીને ખાડાની સફાઈ કરીને તેમાં ડામરથી પેચવર્ક કરવામાં આવે છે.આ ઉપરાંત, યોગ્ય લેવલિંગ થાય તે માટે રોલર સહિતની મશીનરીને કામે લગાડવામાં આવી છે. યુદ્ધના ધોરણે રોડ રસ્તાઓ રીપેર થાય, વાહનચાલકોને કોઈ જ મુશ્કેલી પડે નહીં તે ઉમદા અભિગમ સાથે રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ કામ કરી રહ્યો છે. કચ્છ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને રીપેર કરવાની કામગીરી તબક્કાવાર રીતે યુદ્ધના ધોરણે ચાલી રહી છે.