GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નીચી માંડલ ગામ નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો 

MORBI:મોરબીના નીચી માંડલ ગામ નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

 

 

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાલુકાના નીચી માંડલ ગામ નજીક તળાવીયા શનાળા રોડ ઉપર કેડીલેક સીરામીકની પાછળ એક શખ્સ બાવળની કાંટમાં શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના બાચકામાં કોઈ વસ્તુ સગેવગે કરવાની પ્રવૃત્તિ કરતા ધ્યાને આવતા તુરંત પ્લાસ્ટિકના બાચકાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ત્રિપલ-એક્સ રમની ચાર નંગ પ્લાસ્ટિકની બોટલ મળી આવી હતી. આ સાથે આરોપી રવિભાઈ રાજેશભાઇ શીશાંગીયા ઉવ.૩૪ રહે.ઘુંટુ ગામ માર્કો વિલેજવાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે પકડાય આરોપીની પ્રાથમિક પૂછતાછમાં ઉપરોક્ત વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે ઘુંટુ ગામમાં હરિઓમ પાર્કમાં રહેતા આરોપી દેવેન્દ્રભાઈ ત્રિભોવનભાઈ વાણંદ પાસેથી લઈ આવ્યાની કબુલાત આપતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિ.રૂ.૧,૪૦૦/- કબ્જે લઈ બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!