GUJARATMODASA

અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન રોગચાળો અટકાવવાના ઉદ્દેશથી આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રવુત્તિઓ હાથ ધરવામાં આવી

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન રોગચાળો અટકાવવાના ઉદ્દેશથી આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રવુત્તિઓ હાથ ધરવામાં આવી

મચ્છરજન્ય રોગો (મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા) અટકાવવા આરોગ્યની ટીમો દ્વારા ફિલ્ડ કક્ષાએ પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગો (મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા) અટકાવવા આરોગ્યની ટીમો દ્વારા ફિલ્ડ કક્ષાએ પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએ વિસ્તારોમાં પોરાનાશક કામગીરી સાથે પ્રાયમરી ઇન્ફોર્મર નિયત કરેલ છે. તથા તમામ આરોગ્ય સંસ્થાઓમાં જરૂરી દવાઓ, ઇક્વિપમેન્ટ અને ઇન્જેકશનનો પણ જથ્થો ઉપલબ્ધ રાખવા સહિતની તૈયારી પુરી કરી છે. ખાસ કરીને અતિવૃષ્ટિ દરમિયાન ગર્ભવતી મહિલાઓ માટે સલામત ડિલિવરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

મેલેરિયા વિરોધી જુન-માસ અંતર્ગત જનજાગૃતિ શિબિરો યોજવામાં આવી રહી છે. જેમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગો અંગે સાવચેતી ઘરની આસપાસની સફાઈ, દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ તેમજ મચ્છરજન્ય રોગો અને તેના અટકાયતી પગલાં, વિશે ડેમોસ્ટ્રેશન સાથે સમુદાયોમાં જન-જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું.

જીલ્લામાં કલોરીનેશન ડ્રાઈવ અંતર્ગત તમામ પીવાનું પાણી પુરું પાડતા સ્ત્રોતોનું માર્ગદર્શિકા મુજબ ક્લોરીનેશન તેમજ આરોગ્ય કર્મચારીશ્રીઓ દ્વારા ગૃહ મુલાકાતો દરમ્યાન ક્લોરીનની માત્રાની ચકાસણી કરવામાં આવી રહેલ છે. તેમજ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી સુલભ બને તેની ખાતરી કરવામાં આવી.જીલ્લાના વિવિધ ગામો તથા શહેર વિસ્તારોમાં કાયમી પાણી ભરાઈ રહેતા હોય તેવી જગ્યાઓ તેમજ તળાવોમાં બળેળા ઓઈલ અને કેરોસીનનો ઉપયોગ કરી પોરાનાશક કામગીરી સાથોસાથ કાયમી ભરાઈ રહેતા પાણીના સ્ત્રોતોમાં પોરાભક્ષક માછલી (ગપ્પી ગમ્બુશીયા) માછલીઓ મુકી પોરાનું કુદરતી નિયંત્રણ લાવવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!