GUJARAT

ગરબાડા ઘટક ૨ ખાતે સરપંચ જેસાવાડાના અધ્યક્ષ સ્થાને પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો

તા.૧૩.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:ગરબાડા ઘટક ૨ ખાતે સરપંચ જેસાવાડાના અધ્યક્ષ સ્થાને પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લાના ગરબાડા ઘટક ૨ ખાતે સરપંચશ જેસાવાડાના અધ્યક્ષ સ્થાને પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સીડીપીઓ ગરબાડા, મુખ્ય સેવિકા બહેનો, ICDS સ્ટાફ , કાર્યકર બહેનો, સગર્ભા ધાત્રી માતાઓ, કિશોરીઓ વગેરેની હાજરીમાં તાલુકા ઘટક લેવલનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

આ નિમિતે વાનગી હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોષણ અંગે અધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. THR અને મિલેટ્સનો ઉપયોગ કરવાના ફાયદાઓ જણાવવામાં આવ્યા હતા. જેમાં સેજા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ કાર્યકર બહેનોએ જુદી જુદી વાનગી THR અને મિલેટ્સનો ઉપયોગ કરીને બનાવી ભાગ લીધો હતો. ઘટક કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ બહેનોને ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!