
તા. ૧૮.૦૭.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા સામુહીક આરોગ્ય કેન્દ્ર ગરબાડા ખાતે હિપેટાઇટિસ ડે ની ઉજવણી અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો
તા.૧૫ જુલાઈ થી ૨૮ જુલાઈ દરમિયાન હિપેટાઇટિસ ડે ઉજવણી કરવાની હોય છે જે અંતર્ગત તા. ૧૫.૦૭.૨૦૨૪ ના રોજ જીલ્લા ક્ષય અને એચ આઇ વી અધિકારી ડૉ આર. ડી. પહાડીયાનાં માગૅદશૅન થી વર્લ્ડ હિપેટાઇટિસ દિવસ ઉજવણી અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરબાડા ખાતે ઇંટ્રીગેટેડ હેલ્થ કેમ્પ કરવામાં આવ્યો .જેમાં આઇસીટીસી કાઉન્સેલર દ્વારા એચ.આઇ.વી, ટીબી,હિપેટાઇટિસ, સિફિલીસ વિશે માહીતિ આપી અને આવેલ કુલ.૫૦ ભાઈઓ અને ૮૪ બહેનો આમ કુલ. ૧૩૪ દર્દીઓની લેબ ટેસ્ટિંગ તેમજ સેવાઓ પુરી પાડવામાં આવી. અને નિદાન કરવામાં આવ્યું આ હેલ્થ કેમ્પ ની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરબાડા નો આરોગ્ય સ્ટાફ તથા ટીબી એચ આઇ વી નો સ્ટાફ હાજર રહ્યો 



