રાજ્યની 19 મેડિકલ કોલેજની ફીમાં 8 થી 12 ટકા સુધીનો જંગી વધારો ઝીંકાયો !!!

રાજ્યમાં મેડિકલનાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચિંતા વધારે એવા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 19 મેડિકલ કોલેજની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. FRC એ મેડિકલ કોલેજની ફીમાં 8 થી 12 ટકા સુધીનો જંગી વધારો ઝીંકાયો હોવાની માહિતી છે. અમદાવાદની નરેન્દ્ર મોદી કોલેજની ફીમાં 2.76 લાખનો વધારો કરાયો હોવાની માહિતી છે.
રાજ્યમાં મેડિકલનો અભ્યાસ હવે વધુ મોંઘો થયો છે. કારણ કે, રાજ્યની 19 મેડિકલ કોલેજની ફીમાં વધારો કરાયો છે. માહિતી અનુસાર, FRC એ મેડિકલ કોલેજની ફીમાં 8 થી 12 ટકા સુધીના વધારાને મંજૂરી અપાઈ છે. અમદાવાદની નરેન્દ્ર મોદી કોલેજની ફીમાં રૂ. 2.76 લાખનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની 1 વર્ષની ફી 23 લાખથી વધારીને રૂ. 25.76 લાખ સુધી કરવામાં આવી છે.
ઉપરાંત, સરકારી ક્વોટાની વાત કરીએ તો સરકારી ક્વોટામાં 2 કોલેજની ફી રૂ. 8.30 લાખથી વધીને રૂપિયા 11.20 લાખ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની મેડિકલ કોલેજમાં સૌથી વધારે ફીમાં વધારો કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, રાજ્યમાં હાલ માત્ર 6 જ સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજ છે અને 13 અર્ધસરકારી કોલેજ છે. 20 સંપૂર્ણ ખાનગી કોલેજ છે.




