BANASKANTHAGUJARATPALANPUR

ભાઇ-બહેન નો સ્નેહ દર્શાવતું ” વીરા ની લાડકી ” ગીત રજૂ થતા અનોખી લોકચાહના મેળવી

19 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા
” દોરા ને તાંતણે ભલે રે બંધાયું…!ઈશ્વર ની સાખે એતો વ્હાલભર્યું કહેવાયું…!! ” આવા અભૂતપૂર્વ સ્નેહ સભર શબ્દો સાથે રચાયેલ રક્ષાબંધન પર્વ પ્રસંગે વ્હાઈટ ટયુન ગુજરાતી દ્વારા નિર્માણ પામેલ, મખમલી ગાયક વિષ્ણુ રબારી “ઝવેર” દ્વારા લિખિત અને સ્વરાંકિત થયેલ “વીરા ની લાડકી” ગીત હાલ માં રિલીઝ થયું છે. ભાઈ બહેન નાં પવિત્ર તહેવાર રક્ષાબંધનના ઉપક્રમે રજૂ કરાયેલું આ વિડિયો સોંગ ને સંગીત થી સજાવ્યું છે અભિનવ પરમારે અને જોરદાર કોન્સેપ્ટ સાથે સ્ટોરીકલ બેઝ અપાયો છે રવીન્દ્ર જૈન દ્વારા…!!જાણીતા એક્ટર એન્ડ મોડેલ નિસર્ગ રાવલ અહી મુખ્ય પાત્ર માં નજરે પડી રહ્યા છે. સુંદર અભિનય ક્ષમતા એમણે પુરવાર કરી છે. આ સાથે જુહી પાંખણીયા, શ્રેયાંશી ચૌધરી, શિવમ ચૌધરી, દીપક ચૌધરીએ પણ આ ગીત માં પોતાનો અભિનય આપ્યો છે.કલ્પેશ પટેલ ની અદભુત સીનેમેટ્રોગ્રાફી ઉડીને આંખે વળગે છે. કૌશલ બાવિશિયા દ્વારા સુંદર એડિટિંગ કરવામાં આવ્યું છે. રક્ષાબંધન પર્વ ને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ, ભાઈ બહેનનો સ્નેહ દર્શાવતી અનોખી થીમ સાથે “વીરાની લાડકી ગીત” રજૂ થયું છે . આ ગીત રજૂ થતાં જ ગુજરાતના સંગીત રસિકોએ ગીતને ખોબલે ખોબલે વધાવી લીધું હતું.

Back to top button
error: Content is protected !!