
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જરૂરિયાતમંદ અતિ ગરીબ, વિધવા બહેનો તેમજ વિધુર અને નિરાધાર ભાઈઓ માટે ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આજે વઘઈ તાલુકાના સાત ગામો બાજ, દેવીપાડા, ઢાઢરા, ભવાડી, કલમખેત, ગુંજપેડા તથા ઘોડી માં ધાબળા વિતરણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું.
કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદના ડાંગ જિલ્લા મંત્રી શ્રી રવિભાઈ, જિલ્લા સેવા પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ, વઘઈ તાલુકા ધર્મરક્ષા પ્રમુખ શ્રી ઈન્દુભાઈ, ડાંગ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી કાળુભાઈ, ડાંગ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિનેશભાઈ તેમજ વઘઈ વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી સુભાષભાઈ બોરસેની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સેવાના કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ સક્રિય સહભાગિતા નોંધાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.






