GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શાકભાજીના લોડિંગ ટેમ્પો પલટી મારતાં શાકભાજી રોડ ઉપર વેર વિખેર.ડ્રાયવર ને પોહચી ગંભીર ઇજા

 

તારીખ ૨૭/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરા કોઠી ત્રણ રસ્તા ચોકડી પાસે આવેલ અમર સી.એન.જી પમ્પ સામે વડોદરા થી ગોધરા તરફ શાકભાજી લઈ જતી લોડિંગ ટેમ્પો નું ટાયર વેહલી સવારે આઠ વાગ્યા ના અરસામાં ફાટતા ડ્રાયવર એ સ્ટેરિંગ ઉપર નો કાબુ ગુમાવતા પલટી મારી હતી જેમાં ડ્રાયવર ને માથા ના ભાગે તેમજ ખભાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી રાહદારીઓ તેમજ રિઝવાન ભાઈ બંગલી હુસેન પઠાણ ઈકબાલ ઉભલી ( ઈકકુ ) તેમજ અન્ય ઈસમો દ્વારા તાત્કાલીક ટેમ્પો ચાલક ના ડ્રાયવર ને બહાર કાઢી શાકભાજી ના ટેમ્પા ને ઉભો કરી મદદરૂપ થઇ માનવતા દેખાડી ડ્રાયવર ને સમયસર દવાખાને સારવાર અર્થે મોકલી આપ્યો હતો અને રોડ ઉપર પડેલ વેર વિખેર શાકભાજી એક સાઈડ કરી હતી આજના મોંઘવારી ના યુગમાં આટલી મોંઘીદાટ શાકભાજી વેર વિખેર થતા મોટા પ્રમાણ માં નુકશાન થયું હતું ત્યારે સદનસીબે મોટી જાણ હાની ટળી હતી ત્યારે સોશિયલ મીડિયા નો જમાનો હોય જેથી જાગૃત નાગરિક દ્વારા ફોટા વીડિયો બનાવી વોટ્સએપ ગ્રુપો માં વાયરલ કરતા તેના ફોટા વીડિયો હાલ સોશિયલ મીડિયા ના વોટ્સએપ ગ્રુપો માં વાયરલ થયા છે.

Back to top button
error: Content is protected !!