વઢવાણ શાકમાર્કેટ તોડી પાડવાના નિર્ણય સામે શાકભાજીના વેપારીઓ મનપાએ દોડી આવ્યા
નોટિસ અને જાણ વગર શાક માર્કેટ ખાલી કરાવવાનો નિર્ણયથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો

તા.30/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
નોટિસ અને જાણ વગર શાક માર્કેટ ખાલી કરાવવાનો નિર્ણયથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો, સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ શિયાણીની પોળ વિસ્તારમાં વર્ષો જુની શાક માર્કેટ આવેલી છે ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા આ શાકમાર્કેટનું નવીનીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વર્ષો જૂની શાક માર્કેટ હોય અને તેનો ડેવલોપમેન્ટ થાય તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે આ શાક માર્કેટ તોડી પાડવા અંગેના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે વઢવાણની શાક માર્કેટ તાત્કાલિક ખાલી કરી દેવા પણ શાકભાજીના વેપારીઓને જણાવવામાં આવ્યું છે પરંતુ અચાનક નોટિસ અને જાણ વગર જ તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવતા વઢવાણ શાકમાર્કેટમાં બેશી અને શાકભાજીનું વેચાણ કરતા 50 થી વધુ શાકભાજીના વેપારીઓ તાત્કાલિક મહાનગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને આ મુદ્દે કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને શાક માર્કેટ ખાલી કરાવવા માટે સમય મર્યાદા આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી જોકે ત્યારબાદ કમિશનર દ્વારા સાંત્વના આપી અને જણાવવામાં આવ્યું હતું કે નવીનીકરણ બાદ જે શાક માર્કેટના થળા મૂળ વેપારીઓના છે તે તેમને સોંપવામાં આવશે થોડા સમય માટે શાક માર્કેટ ખાલી કરી દેવા જણાવવામાં આવ્યું હતું નવીનીકરણ બાદ મૂળ વેપારીઓને જ જગ્યાઓની ફાળવણી કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી.



