GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ખરસાલિયા ચોકડી ઉપરથી રોડ ક્રોસ કરતા એક વૃધ્ધ ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા સ્થળ ઉપરજ કમકમાટીભર્યું મોત.

 

તારીખ ૨૪/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ખરસાલિયા ચોકડી પાસે તારીખ ૨૨/૦૮/૨૦૨૫ ના રોજ એક ટ્રક નીચે એક વૃધ્ધ વ્યક્તિ ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું ખરસાલિયા ગામના કોહયાભાઈ દેવાભાઈ વણકર ઉ.વ.૬૬ તેઓ વેજલપુર ગામે કામ અર્થે આવ્યા હતા અને તેઓ રોડ ક્રોસ કરતા હતા તે સમયે ટ્રકનો પાછળનો ભાગ અડી જતા તેમને બેલેન્સ ગુમાવતા તેઓ ટ્રકના પાછળના ભાગના ટાયર નીચે આવી જતા નાની મોટી ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળ ઉપર મોત થય ગયું હતું અકસ્માત સર્જનાર ટ્રક નંબર MH.09HG.8254 તે ટ્રક ચાલક અકસ્માત સર્જીને પોતાની ટ્રક સ્થળ ઉપર મૂકીને ભાગી ગયેલ આમ અકસ્માત કરનાર ટ્રક ચાલક ઉપર વેજલપુર પોલીસે માર્ગ અકસ્માત મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!