GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોલીસે ફોરવીલ કારનો પીછો કરી કતલના ઇરાદે લઈ જવા તો બે ગૌ વંશ બચાવ્યા.

 

તારીખ ૨૮/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ કે પ્રજાપતિ પોલીસ સ્ટફ સાથે સરકારી વાહનમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખરસાલીયા ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન કાલોલ તરફથી એક સફેદ કલરની ફોરવીલ શેવરેલોટ જીજે ૧૬ બીબી ૧૦૧૨ આવતા તેને ઉભો રહેવાનો ઈશારો કરતા ફોરવીલ કારના ચાલકે ગોધરા તરફ ગાડી ભગાવી મૂકી હતી પોલીસે તેનો પીછો કરતા કારચાલક પોતાની કાર મહેલોલ ચોકડી પાસે પ્રભાત કોમ્પ્લેક્સના પાછળના ભાગે મૂકીને ખુલ્લા ખેતરોમાં અંધારાનો લાભ લઈ કારમાંથી બે ઈસમો નાસી છૂટ્યા હતા. પોલીસે બેટરીના અજવાળે ગાડીમાં જોતા ડ્રાઇવરની પાછળની સીટ કાઢી નાખેલ જોવા મળી અને ડીકીના ભાગે ટૂંકા દોરડા વડે કુરતાપૂર્વક બે બળદ બાંધી રાખેલા જોવા મળ્યા પોલીસે કાર પોલીસ સ્ટેશનમાં લઈ રહી તપાસ કરતા ડ્રાઇવર સીટની નીચે પગ મુકવાની જગ્યા ઉપર રેડમી કંપનીનો એક એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવ્યો બંને ગોધરા પાંજરાપોળ ખાતે મોકલવાની તજવીજ કરી 4 લાખ રૂપિયાની કાર તેમજ 5000/ રૂપિયા નો મોબાઇલ અને ₹30,000/ ના ગૌ વંશ કબજે કરી નાસી છૂટેલા બંને ઈસમો સામે પશુઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ અને પ્રાણી સાચવણી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો.

Back to top button
error: Content is protected !!