GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોલીસ ની પ્રશંસનીય કામગીર,કર્ણાટકના ગુમ થયેલા બાળકને શોધી કાઢીને તેના પરિવાર સાથે મિલન કરવ્યું.

 

તારીખ ૩૧/૦૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસની સરાહનીય કામગીર સામે આવી તારીખ:૨૮/૦૫/૨૦૨૫ ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઘૂસર ગામેથી એક સગીર વયનું બાળક જે અસ્થિર મગજનું હોય તે મળી આવેલ છે તેવી વેજલપુર પોલીસ સ્ટેશનમાં ટેલિફોન વર્ધી આવેલ જે આધારે પોલીસ ઇસ્પેક્ટર બી.એન.મોઢવાડીયા વેજલપુર પોલીસ સ્ટેશનનાઓ બીટના ઈનચાર્જ જમાદાર એ.એસ. આઈ નારણભાઈ બળવંતસિંહ નાઓ તથા સર્વેલન્સ ટીમના માણસોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપેલ જે આધારે તેઓએ ખાતરી તપાસ કરતા જાણવા મળેલ કે એક સગીર વયનું બાળક કન્નડ ભાષામાં વાત ચીટ કરતું હોય કન્નડ ભાષાના જાણકાર વેજલપુર ગામના આગેવાન હારુન અબ્દુલ રહીમ ખડખડ નો સંપર્ક કરી સગીર બાળકનું નામ ધામ પૂછતા નિઝામ ગુડુશાદ કુરેશી રહે એમ.એસ.કે મદરકી તા.સુરપુર જી.ગુલબર્ગ રાજ્ય કર્ણાટકના હોવાનું જણાતા તેઓના પરિવારનો સમ્પર્ક નંબર મેળવી સગીર બાળકના માતા પિતાને વેજલપુર પોલીસ સ્ટેશન પંચમહાલ ખાતે બોલાવી બાળકને સહી સલામત કબજો આપી ગુમ થયેલા સગીર વયના બાળકને તેના પરિવાર સાથે વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઉતમ અને ઉમદુ ઉદાહરણ પૂરું પાડી વેજલપુર પોલીસે પ્રશંસનીય કામગીરિ કરવામાં આવેલ હતી આમ વેજલપુર પોલીસે એક વિખૂટા પડેલા બાળકને તેના પરિવાર સાથે મલીન કરાવ્યું હતું જેથી પરિવારે પણ વેજલપુર પોલીસનો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!