વેજલપુર પોલીસે કાલંત્રા ચીમનાપુરા ગામની સીમમાં ગૌ વંશ કાપતા બે ઈસમો 250 કીલો ગૌ માંસ સાથે ઝડપાયાં,એક ફરાર.

તારીખ ૦૪/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશન ના પીઆઇ જે વી પટેલ ને નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે કાલંત્રા ચીમના પુરા ગામની સીમમાં મોટા તળાવના પાછળના ભાગ ખુલ્લા ખેતરમાં સલમાન હસન ભોળા તથા સોહેલ અહેમદ પાડવા તથા ઈરફાન ઇલ્યાસ સાજી ત્રણેય ઇસમો ભેગા મળીને ગૌ વંશ લાવ્યા છે અને ગૌવંશનું કટીંગ કરવાના છે તે બાતમીના આધારે પોલીસે રેડ કરતા બેટરીના અજવાળામાં પોલીસે જોતા કેટલાક એકમો મોબાઈલ ની બેટરીના પ્રકાશમાં કંઈક કાપતા અને ટીચતા હોવાનું જોવા મળેલ સલમાન હસન ભોળા તેના હાથમાં લાકડાની કુહાડી રહીને માસના ટુકડા ને ટીચતો હોવાનું જણાયું હતુ અને તેમની આજુબાજુમાં બે ઈસમો માસના નાના નાના ટુકડાઓ છરી વડે કરતા હોવાનું જણાયું પોલીસને જોઈને ત્રણેવ ઇસમો ઝાડી ઝાંખરાઓનો લાભ લઈને નાસવા લાગ્યા હતા. પોલીસે દોડીને બે ઈસમો ને ઝડપી પાડ્યા હતા. જ્યારે સલમાન હસન ભોળા અંધારાનો અને ઝાડી ઝાંખરાઓનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. પકડાયેલા ઈસમોને પૂછપરછ દરમિયાન જાણવા મળેલ સલમાન એક બળદ લાવ્યો હતો. અને ત્રણેય ઈસમો ભેગા મળીને દોરતા દોરતા તળાવ પાસે લાવ્યા હતા અને ત્રણેવ જણાએ ભેગા મળીને બળદની કતલ કરેલ છે.પોલીસે વેટનરી ડોક્ટર ને બોલાવી કપાયેલા પશુ અંગે પરીક્ષણ કરાવતા ગૌ વંશનું માસ હોવાનું જાણવા મળેલ. પોલીસે સ્થળ ઉપરથી બંને ઈસમો ને પકડી પાડી સ્થળ ઉપરથી લાકડાના હાથા વાળી એક કુહાડી તેમજ લોખંડની છરી, એલ્યુમિનિયમ ની છરી તેમજ વજન કાંટો અને ટૂંકા દોરડા ના ટુકડાઓ, પ્લાસ્ટિકનું પાથરણું ,મોબાઈલ ફોન નંગ ૨ તેમજ એક મોટર સાયકલ તેમજ ૨૫૦ કિલો ગૌ માસ નો જથ્થો સહિત ૮૫,૫૫૦/ નો મુદામાલ ઝડપી પાડ્યો હતો.
				




