GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર પોલીસે ભાદરોલી ખુર્દ ગામના ખેતરમાંથી રૂપિયા ઈકોતેર હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

તારીખ ૦૧/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જે વી પટેલ પોલીસ સ્ટાફ સાથે સરકારી વાહનમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને મળેલ કે ભાદરોલી ખુર્દ ગામે ઘોડા ફળિયામાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે ગુલો રામસિંહ ચૌહાણ તેના ઘરના પાછળ આવેલા વિક્રમસિંહ ચૌહાણ ના ખેતરની વચ્ચે બનાવેલા ઘાસના પુળા ના ઢગલા નીચે ચોરી છુપી થી વિદેશી દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખે છે જે આધારે પોલીસે રેડ કરતા વિક્રમસિંહ ભલસિંહ ચૌહાણ અને જીતેન્દ્ર ઉર્ફે ગુલો ચૌહાણના ખેતરની વચ્ચે ઘાસના પુળા ના ઢગલા ની નીચે ખાખી પુઠ્ઠા ની પેટીઓ મળી આવેલી જેમાં તપાસ કરતા બિયર ના ટીન નંગ 240 તેમજ પ્લાસ્ટિકના અને કાચના ક્વાટર 374 કૂલ મળી 624 નંગ દારૂ બીયર નો જથ્થો જેની કિંમત રૂ 71,760/ મળી આવેલ પોલીસે પ્રોહી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





