વેજલપુર પોલીસે સીલ્વર કલર ની એક XUV કાર સહિત આંઠ લાખ ઉપરાંત વિદેશી દારૂ નો મુદ્દામાલ ઝડપી પાડયો.
તારીખ ૨૦/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
દામાવાવ પોલીસ સીમલીયા ચોકડી બાજુ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સિમલીયા ચોકડીથી એક સિલ્વર કલરની XUV ફોર વ્હીલ ગાડી શંકાસ્પદ હાલતમાં પસાર થતી કાર ચાલક ને ઉભો રહેવા ઈશારો કરતા XUV ના ડ્રાઈવરે પોતાનુ વાહન ઉભુ રાખેલ નહી અને ત્યાંથી ફોરવહીલ કાર ચાલક ફરાર થયો હતો જેથી દામાવાવ પોલીસ ખાનગી વાહન લઈ તેનો પીછો કરતા સિલ્વર કલરની XUV GJ-1-KR-5602 નો ફોર વ્હીલ ચાલક વાહન પાંચપથરા તરફ લઈને જતો હોય જેથી તેનો પીછો ફિલ્મી ઢબે કરવામાં આવ્યો હતો XUV ચાલકે ગુણેશીયા પેટ્રોલપંપ ત્રણ રસ્તાથી ચલાલી તરફ વાહન ભગાડી લઈને જતો હોવાથી દામાવાવ પોલીસે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ટેલીફોનિક જાણ કરેલ કે સિલ્વર કલરની XUV ફોર વ્હીલ ગાડી GJ-1-KR-5602 ની ચાલક શંકાસ્પદ ચલાલી રોડ ઉપર ભાગેલ છે જેથી તેનો પીછો કરતા હોય ચલાલી રોડ ઉપર વેજલપુર પોલીસના માણસો એ વોચ ગોઠવી હતી અને ફોર વ્હીલ ગાડીનો પીછો કરતા ફોર વ્હીલ ગાડી ના ચાલકે વધુ સ્પીડ માં ભગાડી ને ફરાર થયો હતો ચલાલી રસ્તા ઉપર વોચ તપાસમાં હતી તે દરમ્યાન ચલાલી થી વેજલપુર જતા રોડ ઉપર વેજલપુર નજીક આવેલ દાદા પીરની દરગાહ નજીક રોડ ઉપર સરકારી વાહન ઉભેલ જોઈને ત્યાં રોડની સાઈડમાં ખાડામાં શંકાસ્પદ સિલવર કલરની XUV ફોર વ્હીલ ગાડી GJ-1-KR-5602 નો ચાલક ગાડી મૂકી ફરાર થયો હતો અને વચ્ચેની તેમજ પાછળની સીટની જગ્યામાં ખાખી કલરના પુઠાની પેટીઓ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાય હતી અને રોડ ની સાઈડ માં XUV ફોર ગાડી ને ક્રેન મારફતે ટૉઇંગ કરી XUV ફોર વ્હીલ ગાડી ને વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી જેમાંથી કિ.રૂ.૫.૦૦.૦૦૦ ના ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના કવાટર ૧૮૦ મીલી ના કુલ નંગ.૧૬૧૬ ની કિંમત રૂ.૨.૦૬.૮૪૮ તથા બીયરના ટીન ૫૦૦ મીલીના કુલ નંગ.૬૫૩ ની કિંમત રૂ.૯૭.૯૫૦ કિ.રૂ. ૩.૦૪.૭૯૮ નો મુદામાલ ભરી પ્રોહિ પ્રતિબંધક એરીયામાં હેરાફેરી કરવામાં આવતી હોવાથી વેજલપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.