ભરૂચમાં ગુજરાત 100 બટાલિયન મિશન ટાસ્ક ફોર્સ અમદાવાદ દ્વારા જિલ્લાના પોલીસ મથકોની પરિચય મુલાકાત કરાઈ


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં ગુજરાત 100 બટાલિયન મિશન ટાસ્ક ફોર્સ અમદાવાદ દ્વારા જિલ્લાના દરેક પોલીસ મથકોની મુલાકાત લઈને સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી વિસ્તારોનો ચિતાર મેળવ્યો હતો.ત્યાર બાદ શાંતી સમિતિના સભ્યો સાથે બેઠક યોજી વાર્તાલાપ કર્યો હતો.
ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આરએએફ મદદનીશ કમાડેન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં જિલ્લાના દરેક પોલીસ મથકો અને તેમના વિસ્તારોની પરિચય મુલાકાત લીધી હતી.જેનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને તેનો ચિતાર મેળવ્યો હતો.આ સાથે જ પોલીસ મથક શાંતી સમિતિના સભ્યો અને વરિષ્ઠ નાગરિકો સાથે વાતચીત કરીને ભૂતકાળમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી.
ગુજરાત 100 બટાલિયન મિશન ટાસ્ક ફોર્સની ટીમે ભરૂચ શહેર બી ડીવીઝન, સી ડીવીઝન અને એ ડીવીઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી.જેમાં એ ડીવીઝન પોલીસ મથક ખાતે પીઆઈ વી.યુ. ગદરિયા, સેકન્ડ પીઆઈ વ્યાસ,બી ડીવીઝન પીઆઈ એસ.ડી.ફુલતરિયા અને રાજેશ તિવારીની ઉપસ્થિત માં શાંતી સમિતિના સભ્યો સાથે બેઠક યોજી તેમની સાથે વાતચીત કરીને દરેક વિસ્તારમાં રહેતા લોકો અંગે અને તેમની પડતી તકલીફો અંગેની માહિતી મેળવી હતી.




