GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ભાટપુરા ગામે ગીરવે મુકેલ જમીનના પૈસા માટે બે પક્ષ વચ્ચે મારામારી થતા વેજલપુર પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવી

 

તારીખ ૧૦/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે રામેશ્વર શંકરભાઇ ચૌહાણ ની ફરિયાદ મુજબ તેઓ અરવિંદસિંહ ભારતસિંહ પરમારના ઘરે ગયેલા તે વખતે તેઓના ઘરે તેઓ તથા તેમનો છોકરો ઘનશ્યામકુમાર અરવિંદસિંહ પરમાર તથા તેમનો ભત્રીજો સુનીલકુમાર કિરીટસિંહ પરમાર નાઓ હાજર હતા જેથી આ અરવિંદસિંહ ને કહ્યું હતું કે તમારી ઘરની બાજુવાળી જમીન મારી પાસે ગીરવી મુકેલ હતી જેના રૂપિયા ૯૦.૦૦૦/- માંથી મને રુપિયા ૬૨.૦૦૦/- આપેલા છે અને બાકીના રૂપિયા ૨૮,૦૦૦/- નો વાયદો કરેલો તે વાયદા મુજબ પૈસા લેવા માટે આવ્યા છે તેમ કહેતા આ અરવિંદસિંહ પરમાર તથા સુનીલકુમાર પરમાર તથા તેમનો છોકરો ઘનશ્યામકુમાર આ ત્રણેય જણા મા-બેન સમાણી ગાળો બોલી કહેતા હતા કે અમે વાયદા મુજબ પેસા નહી આપીએ તો તમે શુ કરી લેવાના તેમ કહેતા તેઓ ને કહેલ કે પૈસાની સગવડ ના હોઈ તો ના પાડો પરંતુ ગાળો કેમ બોલો છો તેમ કહેતા આ ત્રણેય જણા ઉશ્કેરાયેલ ગયેલા અને ફરિયાદીને પકડી પાડી શરીરે ગડદા પાટુ નો માર મારવા લાગેલા અને અરવિંદસિંહ પરમાર નાઓ તેના હાથમાં લાકડુ લઈ આવી જમણા હાથના પંજા ઉપર મારી દિધેલ અને તમો શેના પૈસા માંગો છો તેમ કહી ગાળો બોલતા-બોલતા ફળિયામા આવેલ અને સંજયભાઇએ નજીકમાંથી લાકડુ લઈ આવી ફરિયાદીની પત્નિ પ્રેમિલાબેન તથા છોકરો પ્રવિણકુમાર તથા તેમના ભાઇ ચન્દ્રસિંહ શંકરભાઈ નાઓને સંજયકુમાર અરવિંદસિંહ પરમાર નાઓ ગાળો બોલતો-બોલતો આવેલો અને તે પણ નજીકમાંથી લાકડુ લઈ આવી પ્રેમિલાબેનને જમણા પગે તથા ચન્દ્રસિંહ ને જમણા પગે તથા પ્રવિણકુમાર ને માથાના ભાગે લાકડા વડે માર મારતા ઇજાઓ થયેલ અને આ ચારેય જણા હવે તમો અમારી પાસે પૈસા માંગશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી ત્યાંથી તેઓ જતા રહેલા ત્યાર બાદ મારા ભત્રીજા અશોકકુમાર જગદીશભાઈ દ્વારા તેઓને 108 દ્વારા પ્રાથમિક સારવાર માટે ગોધરા સરકારી દવાખાને લઈ ગયા હતા જ્યારે બીજી તરફ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરોધ કોસ ફરિયાદ નોંધાવી સંજયકુમારની ફરિયાદની વિગતો જોતા હાલોલ ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે તે સવારે નોકરી પર ગયા હતા ત્યારે તેમની માતાએ તેમને કોલ કરીને જણાવ્યું હતુ કે તેમના મોટાભાઈ ઘનશ્યામ કુમારને કપાળમાં લોહી નીકળ્યું હતું જેથી તેઓને જાણવા મળ્યું હતું કે ઘરની બાજુમા આવેલ જમીન તેમના પિતાએ આપણા ગામના રામે શ્વર શંકરસિંહ ચૌહાણ નાઓને ગીરવી આપેલ જેના રૂપિયા ૯૦,૦૦૦/- હજાર હતા તેમાંથી રૂપિયા ૬૨,૦૦૦/- હજાર આપેલા અને બાકીના રૂપિયા ૨૮.૦૦૦/- ની ઉઘરાણી કરવા રામેશ્વર તથા તેમનો છોકરો પ્રવિણકુમાર રામેશ્વર ચૌહાણ નાઓ ઘરે આવેલા જેથી ઘનશ્યામકુમારે કહેલ કે હમણા પૈસાની સગવડ નથી પછી તમને આપી દઈશુ તેમ કહેતા આ બન્ને જણા એકદમ ઉશ્કેરાઈ જઈ ઘનશ્યામકુમાર ને શરીરે ગડદાપાટુ નો માર મારવા લાગેલ આ વખતે તેણે બુમાબુમ કરતા પ્રવિણકુમાર નજીકમાંથી તેના હાથમાં ઈંટ નો ટુકડો લઈ આવી ઘનશ્યામકુમાર ને માથામાં કપાળના ભાગે મારેલ છે અને મા બેન સમાણી ગાળો બોલી બન્ને જણા જતાજતા ધમકીઓ આપી કહેતા હતા કે અમારા પૈસા નહી આપો તો તમોને જાનથી મારી નાખીશુ એમ કહી જતા રહેલ છે. તેવી વાત કરેલી તે પછી ઈજાગ્રસ્ત ને મોટરસાયકલ પર બેસાડી ગોધરા સરકરી દવાખાને પ્રાથમિક સારવાર કર્યા બાદ ઉપરોક્ત બંને જણા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તે માટે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે બન્ને પક્ષ ની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!