GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનગઢ તાલુકાના વેલાળા ગામે સરકારી ખરાબામાં ખોદવામાં આવેલા ગેરકાયદેસર કુવાઓ ઉપર દરોડા

3 ટ્રેક્ટર, 1 ડમ્પર, 2 જનરેટર તેમજ ચારખીના 8 સેટ સહિત કુલ રૂ.55 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.20/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

3 ટ્રેક્ટર, 1 ડમ્પર, 2 જનરેટર તેમજ ચારખીના 8 સેટ સહિત કુલ રૂ.55 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી ઉપર સતત ગરોડાની કામગીરી કરવામાં આવી રહી છે તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખનીજ ચોરી અટકવાનું નામ નથી લઈ રહી ખાણ ખનીજ વિભાગે જે કામગીરી કરવાની હોય તે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાન મામલતદાર તથા તેમની ટીમ દ્વારા થાન તાલુકાના વેલાળા ગામે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારી ખરાબમાં ચાલતા ખોદકામ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ થાન મામલતદાર તથા તેમની ટીમ દ્વારા ખનિજ ચોરી સામે સતત બીજા દિવસે કડક કાર્યવાહી કરવામાં આવી છે થાન તાલુકાના વેલાળા ગામ ખાતે સરકારી ખરાબા જમીનમાંથી ગેરકાયદેસર રીતે ચાલતી કોલસાની ખાણોની બાતમી મળતા ટીમ દ્વારા તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન કુલ 10 કોલસાના કૂવા ગેરકાયદેસર રીતે કાર્યરત હોવાનું સામે આવ્યું હતું સ્થળ પરથી ખનન કામગીરીમાં ઉપયોગમાં લેવાતા 3 ટ્રેક્ટર, 1 ડમ્પર, 2 જનરેટર તેમજ ચારખીના 8 સેટ કુલ 16 પીસ જપ્ત કરવામાં આવ્યા હતા ઉપરાંત અંદાજે 60 ટન કોલસો પણ ઝડપી લેવામાં આવ્યો હતો જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત રૂપિયા 55 લાખથી વધુ જપ્ત કરી તમામ મુદ્દામાલ મામલતદાર કચેરી ખાતે ખસેડી સંબંધિત વિભાગો દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યારે ખાણ ખનીજ વિભાગની કામગીરી હવે સુરેન્દ્રનગર જિલ્લામાં મહેસૂલી વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે ત્યારે ખાણ ખનીજ વિભાગની કામગીરી સતત શંકાના દાયરામાં હોય તેવું હાલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે ત્યારે ટૂંક સમયમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર પણ કડક પગલાં ભરાય તેવા એંધાણ પણ દેખાઈ રહ્યા છે કારણ કે ખનીજ ચોરી પ્રાંત અધિકારીની ટીમને દેખાય છે પરંતુ ખાણ ખનીજ વિભાગની ટીમને નથી દેખાઈ રહી જેને લઇને હાલમાં ખાણ ખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં હોવાનું સામે આવ્યું છે.

Back to top button
error: Content is protected !!