GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણના વેળાવદર ગામે સતવારા સમાજનો સ્નેહમિલન તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

તા.27/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વેળાવદર મુકામે સમસ્ત સતવારા સમાજ દ્વારા એક પ્રેરણાદાયી અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ‘સમસ્ત સતવારા સમાજ પ્રથમ વિદ્યાર્થી પ્રોત્સાહક ઇનામ વિતરણ તથા સતવારા પરિવાર સ્નેહ મિલન સમારંભ’ શીર્ષક હેઠળ યોજાયેલો આ પ્રસંગ સમાજમાં શિક્ષણના મહત્વને ઉજાગર કરનારો અને બંધુત્વની ભાવનાને દૃઢ કરનારો બની રહ્યો હતો હડિયલ પરિવારના મઢ, સિધ્ધનાયનગર, ખોડુ રોડ, વેળાવદર ખાતે આ સમારંભનો મંગલ પ્રારંભ થયો હતો સમારંભનું મુખ્ય આકર્ષણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું હતું જેમણે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમાજનું ગૌરવ વધાર્યું છે કાર્યક્રમમાં સંતો-મહંતોના આશીર્વચનથી આધ્યાત્મિક વાતાવરણ છવાયું હતું રાજ સિતાપુરથી શ્રી અંબારામદાસ બાપુ, દુધેશ્વર મહાદેવથી શ્રી મહેશગીરી બાપુ અને ધનાળાથી શ્રી દલસુખગીરી બાપુએ ઉપસ્થિત રહી સમાજને સદમાર્ગે ચાલવા માટે પ્રેરણા અને આશીષ પાઠવ્યા હતા આ સમારંભમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા અને સમાજને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા મુખ્ય મહેમાન રહ્યા હતા તેમની સાથે કાંતીભાઈ માસ્તર, ડૉ. જીગ્નેશભાઈ હડિયલ, શંકરભાઈ દલવાડી, ડૉ. ગૌતમભાઈ સોનગ્રા, લાભુભાઈ ડાભી, ડૉ. નીતીનભાઈ મકવાણા, હરેશભાઈ ડાભી, ડૉ. સંજયભાઈ ચાવડા, શંકરભાઈ કણઝરીયા, ડૉ. જીગ્નેશ ચૌહાણ, ડૉ. ભરતભાઈ મકવાણા, ડૉ. પ્રવિણભાઈ લડુમ, ડૉ. નરેન્દ્રભાઈ ચૌહાણ, ગીરીશભાઈ લડુમ, ભરતભાઈ સોનગરા, અને શૈલેષભાઈ ચાવડા સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી તમામ અતિથિઓએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને સમાજને સંગઠિત રહેવા આહ્વાન કર્યું હતું ઇનામ વિતરણ બાદ બપોરે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત સતવારા પરિવારે એકસાથે ભોજન લઇને સ્નેહ મિલનની ભાવનાને ચરિતાર્થ કરી હતી સમગ્ર આયોજન સમસ્ત સતવારા સમાજ વેળાવદર દ્વારા સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માત્ર વિદ્યાર્થીઓનું સન્માન નહોતો પરંતુ આવનારી પેઢીને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરવાની દિશામાં એક મજબૂત પગલું પણ હતું જે સમાજની એકતા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Back to top button
error: Content is protected !!