મોડાસાના મેઘરજ રોડ પર ઉત્સવ વેલી પાસે રોડ પર પાણી ભરાયા,વાહન ચાલકો ને મુશ્કેલી : વારંવાર ઉદભવતી પરિસ્થિતિ નો નિકાલ ક્યારે..?

અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસાના મેઘરજ રોડ પર ઉત્સવ વેલી પાસે રોડ પર પાણી ભરાયા,વાહન ચાલકો ને મુશ્કેલી : વારંવાર ઉદભવતી પરિસ્થિતિ નો નિકાલ ક્યારે..?
ધીરે ધીરે હવે ચોમાસાનું આગમન ચાલુ થઈ રહ્યું છે અને ક્યાંક હળવો વરસાદ તો કાંઈક વધુ વરસાદ વરસી રહ્યો છે જેમા ગત રોજ મોડાસા શહેરમાં સમી સાંજે વરસાદ વરસ્યો હતો જેમાં ચાર રસ્તા પર પણ પાણી ભરાયા હતા. બીજી તરફ પ્રથમ વરસાદે જ પાણી ભરાતા પ્રિમોન્સુન કામગીરી પર સવાલો ઊભા થયા છે
ખાસ મોડાસાના મેઘરજ રોડ પર પેલેટ ચોકડી પાસે આવેલ ઉત્સવ વેલી નજીક દરવર્ષે એ રસ્તા પર પાણી ભરાતા હોય છે છતાં તંત્ર પાણીના નિકાલ માટે નિષ્ફળ નીવડ્યું હોય તેવો ઘાટ છે આ બાબતે વિવિધ અહેવાલો પણ પ્રસિદ્ધ થયા છે છતાં કોઈજ કાર્યવાહી તંત્ર ધ્વારા થયેલ ન હોય તેવો ઘાટ છે પાણી કયા કારણે ભરાય છે તે પણ એક સવાલ છે ત્યારે આ સાલે પણ પ્રથમ વરસાદમાં જ ઉત્સવ વેલી પાસે આવેલ મેઘરજ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વાળો આવ્યો છે આ બાબતે કાયમી માટે પાણી નો યોગ્ય નિકાલ કરવામાં આવે તે જરૂરી છે દર વર્ષએ આ જગ્યાએ વરસાદના પાણી ભરાતા હોય છે ત્યારે તંત્ર ધ્વારા કેમ કાર્યવાહી નહીં તે પણ સવાલ છે




