GUJARATKUTCHMANDAVI

ગુનાહિત ઈતિહાસ ધરાવતા કુલ ૨ આરોપીઓ વિરુધ્ધ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ સાહેબ દ્વારા પાસા કાયદા તળે અટકાયતી હુકમો કરી જિલ્લામાં અસામાજિક તત્વો વિરુધ્ધ કરવામાં આવેલ કડક કાર્યવાહી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા- ૨૧ ઓગસ્ટ  : ૧૯૮૫ તળે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતના અધિનિયમ આરોપીઓ વિરુધ્ધ રજુ થયેલ દરખાસ્ત મુજબ જિલ્લામાં ગેરકાનુની રીતે વિદેશી દારૂ ચોરી છુપીથી મોટા પ્રમાણમાં લાવી ગેર કાયદેસર રીતે દારૂનું આરોપીઓ દ્વારા મોટા પ્રમાણમાં વેચાણ થતું હોઈ અસામાજીક પ્રવૃત્તિ બાબતે પોલીસ વિભાગ દ્વારા જુદાં જુદાં ગુના કામે પકડવામાં આવેલ આરોપીઓ પાસેથી વિદેશી દારૂ અને બિયર આશરે કુલ ૧૪૬૨ લિટરનો જથ્થો ગુનાઓ કામે કબ્જે કરવામાં આવેલ હોઈ કુલ ૨ આરોપીઓ વિરુધ્ધ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કચ્છ ભુજ દ્વારા પાસા કાયદા તળે આરોપીઓને જેલ હવાલે કરવા અટકાયત હુકમ કરવામાં આવેલ છે.આરોપીઓની આવી અસામાજિક પ્રવૃત્તિઓના કારણે ગરીબ, મધ્યમ વર્ગના લોકો તથા નાની ઉંમરના યુવાઓ ઉપર તેની ખૂબ જ માઠી અસર પડી શકે તેમ છે. તેથી આવી પ્રવૃત્તિથી જાહેર વ્યવસ્થા જાળવી રાખવાને પ્રતિકૂળ અસર થાય તેમ છે તેમજ આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામાન્ય કાયદાથી તાત્કાલિક અટકાવી શકાય તેમ ન હોઈ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબતના અધિનિયમ – ૧૯૮૫ હેઠળ જાહેર વ્યવસ્થા જાળવી રાખવાના હિતમાં કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા અટકાયત અંગે વધુ બે હુકમો કરી છેલ્લા ચાર માસમાં કુલ ૧૬ જેટલા પાસા અટકાયતના હુકમો કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!