Vichchhiya: વિંછીયા મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને “જળ સંચય” અભિયાન અન્વયે બેઠક યોજાઈ
તા.૨૬/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Vichchhiya: સરકારના ‘‘જળસંચય જનભાગીદાર અભિયાન’’ અન્વયે ભૂગર્ભ જળના તળને રિચાર્જ કરવા માટે રાજકોટ જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને ઉદ્યોગગૃહોમાં વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરો તૈયાર કરવાનો લક્ષ્યાંક અપાયો છે. જે અન્વયે વિંછીયા મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીની અધ્યક્ષતામાં તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં કુવા, બોર રિચાર્જ કરવા અંગેની કામગીરી સંદર્ભે બેઠકનું આયોજન કરાયું હતું.
આ બેઠકમાં જળસંચયની કામગીરીને વેગ મળે તે માટે થતાં જરૂરી તમામ પ્રયાસો અને જળસંચય કરવાથી થતાં જળસ્તર ઊંચું લાવી શકાશે. જેનો લાભ સ્થાનિક લોકો અને ખેડૂતોને થશે. “કેચ ધ રેઇન”એ મુખ્ય ધ્યેય અન્વયે ઔદ્યોગિક વસાહતો, વિવિધ સંસ્થાઓના કેમ્પસ વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થાઓ ઊભી કરવા ગીર ગંગા ફાઉન્ડેશનના પ્રતિનિધિશ્રીઓએ અને અન્ય સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ, સામાજિક આગેવાનો અને બિલ્ડરોને મામલતદારશ્રીએ અપીલ કરી હતી.