AHAVADANGGUJARAT

Dang: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં “GST 2.0” તથા “આત્મનિર્ભર ભારત” વિષયક વિડીયો કોન્ફરન્સ યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર

    મદન વૈષ્ણવ

*ડાંગ જિલ્લાના સાપુતારા હોટેલ એસોસીએશન સહિત આહવાના વેપારી મંડળના સભ્યો આ વિડિઓ કોન્ફરન્સમાં જોડાયા*

*સૌએ આત્મનિર્ભર ભારતનાં સપનાને સાકાર કરવા રાજ્ય તથા કેન્દ્ર સરકારનાં પ્રયત્નોને બિરદાવ્યાં*

ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં “GST 2.0” તથા “આત્મનિર્ભર ભારત” વિષયક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિડીયો કોન્ફરન્સમાં ડાંગ જિલ્લાના ગીરીમથક સાપુતારા ખાતે હોટેલ એસોસીએશના પ્રમુખ શ્રી તુકારામભાઇ કર્ડીલે સહિત અન્ય હોદ્દેદારો જોડાયા હતાં. તેમજ આહવા ખાતે કુટીર ઉધ્યોગ કચરી ખાતે આહવા વેપારી મંડળના સભ્યો અને પ્રતિનિધિશ્રીઓ જોડાયા હતાં.

ડાંગ જિલ્લામા હોટેલ એસોસીએશન તેમજ વેપારી મંડળ દ્વારા ભારતનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વ તથા ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં પ્રેરણાદાયક માર્ગદર્શન પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ આત્મનિર્ભર ભારતનાં સપનાને સાકાર કરવા રાજ્ય તથા કેન્દ્ર સરકારનાં પ્રયત્નોને બિરદાવ્યા હતાં.

Back to top button
error: Content is protected !!