DHRANGADHRAGUJARATSURENDRANAGAR
ધાંગધ્રા માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં અધિકારી આરામ ફરમાવતા હોય તેવો વિડિયો વાઈરલ
તા.29/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં ચાલુ નોકરીએ સરકારી બાબુ આરામ ફરમાવતા જોવા મળ્યા હતાં કચેરીમાં અધિકારી આરામ ફરમાવતા હોવાનો વીડિયો થયો વાઈરલ સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં અધિકારી આરામ ફરમાવતા હોય તેવો વિડિયો વાઈરલ થવા પામ્યો છે શહેરમાં આવેલી આખી કચેરીમાં બધા ટેબલો ખાલી જોવા મળ્યા હતા અને ચાલુ નોકરી દરમિયાન નિંદ્રા માણી રહેલા અધિકારીનો વિડીયો વાઈરલ થયો છે વિડીયો ધાંગધ્રાના નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી પંચાયત પેટા વિભાગનો હોવાનું સામે આવ્યું છે કામકાજ દરમિયાન કચેરીમાં ટેબલ ખાલીખમ અને આરામ ફરમાવતા સરકારી બાબુનો વિડિયો વાયરલ થતાં સરકારી કામગીરી સામે સવાલો ઊભા થયા છે હાલ વિડીયો ક્યારનો છે તે જાણવા મળ્યું નથી.