વઢવાણ શહેરમાં અનેક વિસ્તારમાં વિજળી ગુલ થતા લોકો ગરમીથી હેરાન પરેશાન
જેમાં માધાખવાસની શેરી, બેલીમફળી, અબોલપીરનો ચોક સહિત વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર કલાકથી વિજળી ગુલ થતાં લોકો કચેરીએ પહોંચ્યા.

તા.24/06/2024/,બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં અનેક વિસ્તારમાં વિજળી ગુલ થતા લોકો ગરમીથી પરેશાન થઇ ગયા હતા જેમાં વઢવાણ શહેરના માધાખવાસની શેરી, બેલીમફળી, અબોલપીરનો ચોક સહિત વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર કલાકથી વિજળી ગુલ થતાં અસહ્ય બફારા વચ્ચે આ વિસ્તારના લોકોની હાલત અત્યંત દયનીય બનવા પામી હતી આ વિસ્તારમા વારંવાર વાયરો સળગતા હોઇ અને લો વોલ્ટેજ હોઇ રોજ આ વિસ્તારમાં વિજળી ગુલ થાય છે જેમાં આ વિસ્તારના લોકો છેલ્લા ત્રણ ચાર કલાકથી લાઇટ બંધ હોઇ ગરમીમાં શેકાઈ રહ્યા છે એકબાજુ વરસાદ ન થતાં અસહ્ય બફારા વચ્ચે લોકો પરેશાન છે એવામાં છેલ્લા ત્રણ ચાર કલાકથી આ વિસ્તારમા લાઈટો ન હોવાથી નાના નાના બાળકો અને મહિલાઓ સહિત વૃદ્વ લોકોની હાલત અત્યંત કફોડી થવા પામી છે ત્યારે આખી રાત્રી લોકોએ રોડ ઉપર વિતાવી હતી અને આ અંગે મકબુલભાઈએ જણાવ્યું કે ચાલુ લાઈનના વાયરો પડવાના કારણે પશુઓના મોત ઘટના સ્થળ ઉપર થયા છે ત્યારે લોકો જીઈબી કચેરીએ પણ ટોળેટોળા ગયા હતાં પરંતુ ત્યાં પણ કોઈ અધિકારી ઉપસ્થિત હતું નહીં જેના કારણે આ વિસ્તારમાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો જેમાં આ વિસ્તારના લોકો આક્રોશ સાથે જણાવે છે કે પીજીવીસીએલમાં કેપીસીટી મુજબનો વાયર ન હોવાનું કર્મચારીઓ જણાવી સાધાઓ કરતા થાય છે આથી અવાર નવાર વિજળી ગુલ થાય છે આજે આ સાંધાવાળા વાયરમાં સ્પાર્ક થતાં વિજશોક લાગવાથી બે કૂતરાના મોત થયા હતા આ અંગે તંત્રને અનેકો રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જ્યારે આજે રવિવાર હોવાથી પીજીવીસીએલના અધિકારીનો કોઈ સંપર્ક થઇ શક્યો નહોતો.




