
વિજાપુર લાડોલ સી.આર.સી.કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
ક્લસ્ટરની 9 પ્રાથમિક શાળાના ૨૨ વિદ્યાર્થીઓએ ઈનોવેટિવ પ્રોજેક્ટ રજૂ કર્યાં.
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર લાડોલ સી.આર.સી. આયોજિત ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આજ રોજ લાડોલ પ્રાથમિક કન્યા શાળામાં યોજાયું હતુ.જેમાં લાડોલ ક્લસ્ટરની 9 પ્રાથમિક શાળાના ૨૨ વિદ્યાર્થીઓએ પોતાની શાળાના વિજ્ઞાન-ગણિતના શિક્ષકોના માર્ગદર્શન નીચે ૧૧ ઇનોવેટિવ પ્રોજેક્ટ રજૂ કર્યાં. સી.આર.સી. કૉ.ઓર્ડિનેટર સંજયભાઈ પટેલ દ્બારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતુ .બાળ વૈજ્ઞાનિકોને સરસ માર્ગદર્શન આપનાર ૧૧ શિક્ષકોની હાજરી નોંધપાત્ર રહી હતી. બાળ વૈજ્ઞાનિકોએ બનાવેલ વિવિધ ઈનોવેટિવ પ્રોજેક્ટ ખૂબ જ ધ્યાન આકર્ષક રહ્યા નદી કે તળાવમાં રહેલા ઘન કચરાના નિકાલ માટે લાડોલ કન્યા શાળાની વિદ્યાર્થીનીઓએ આધુનિક યંત્ર બનાવ્યું તેમજ લાઈફ સેવિંગ બોટ બનાવી. .ઇભરામપુરા પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ અકસ્માત નિવારણ માટેનો પ્રોજેક્ટ, કરશનપુરા શાળાના વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિવારણ માટે સેફ ઝોન પ્રોજેક્ટ, એમ.બી.ટ્રસ્ટ, ઉચ્ચ પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ વર્તુળ બનાવતા રોબોટ, માલોસણ પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ માત્ર સૌર ઊર્જા અને પવન ઊર્જાનો ઉપયોગ કરતા ગામડાનું નિર્માણ, લાડોલ કુમાર શાળાના વિદ્યાર્થીઓએ પાણીના પૂરમાં પશુઓને બચાવવા માટેનો આધુનિક ખીલો, હાથીપુરા પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ બાળકોને ટી.વી.થી નજીક બેસતા અટકાવવા માટેનો પ્રોજેક્ટ, અમરપુરા પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ સ્માર્ટ રોડ નિર્માણનો પ્રોજેક્ટ, મહાદેવપુરા (મ) પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ ટ્રાફિકવાળી જગ્યાએ કાર્બન ડાયોક્સાઈડ વાયુનો નિકાલ કરતુ યંત્ર બનાવી પોતાની બાળ વૈજ્ઞાનિક શક્તિનો પરિચય કરાવ્યો. લાડોલ પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના તમામ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું. ઇનામ, પુસ્તક અને પ્રમાણપત્ર આપી ભાગ લીધેલ તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આગામી સમયમાં આ બાળ વૈજ્ઞાનિકો તાલુકા કક્ષાએ પોતાના ઈનોવેટિવ પ્રોજેક્ટ રજૂ કરશે. સમ્રગ કાર્યક્રમની સરસ વ્યવસ્થા લાડોલ કન્યાશાળા આચાર્યશ્રી કમલેશભાઈ પટેલ અને શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવી.





