BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર તાલુકામાં ભૂતેડી ગામે RSS દ્વારા તાલુકા કક્ષાનો શતાબ્દી વર્ષનો ભવ્ય વિજયાદશમી ઉત્સવ ઉજવાયો

6 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે કરવામાં આવેલ હતી વિજયાદશમીએ 100 વર્ષ પૂર્ણ થતા આજ રોજ 5 ઓક્ટોબરે કમલ વિદ્યામંદિર,ભૂતેડી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પાલનપુર તાલુકા દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમા શારીરિક કાર્યક્રમો વ્યાયામયોગ, યોગાસન વગેરેનું પ્રાત્યક્ષિક કરવામાં આવ્યું, તથા અમૃતવચન, વૈયક્તિક ગીત તથા બૌદ્ધિક રાખવામાં આવ્યું. શ્રી ઈશ્વરભાઈ પંચાસરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા તથા તેમણે પોતાના વિચારો રજૂ કર્યા. જેમાં તેમણે સામાજિક સમરસતા, પ્રાકૃતિક ખેતી તેમજ ગૌમાતા વિશેમાર્ગદશ પૂરું પાડ્યું. મુખ્ય બૌદ્ધિક વકતા તરીકે મહેસાણા-બનાસકાંઠા વિભાગ પ્રચારક શ્રી રવિભાઈ ગજ્જર ઉપસ્થિત રહી સૌને માર્ગદર્શન આપેલ. જેમાં સંઘ અને તેનો ઉદેશ્ય, સંઘની 100 વર્ષની યાત્રા, સમાજ પરિવર્તનને લઈને પંચ પરિવર્તન – સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, નાગરિક કર્તવ્ય અને સ્વદેશી વિશે પર ચર્ચા કરવામાં આવી કાર્યક્રમમાં પાલનપુર તાલુકામાંથી ગણવેશ સાથે 350 થી વધુ સ્વયંસેવકો જોડાયા. અને કાર્યક્રમ નિહાળવા માટે સમાજમાંથી આશરે 500 થી વધુ સજ્જન નાગરિક ભાઇઓ/બહેનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશેષ ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ અને સંઘ આધારિત સાહિત્યનો સ્ટોલ પણ રાખવામાં આવેલ જેનો મહત્તમ લોકોએ લાભ લીધેલ. સંઘના કાર્યક્રમની પદ્ધતિ, અનુશાસન અને ધ્યેયો જાણી સૌ લોકો મંત્રમુગ્ધ થયા હતા અને કાર્યક્રમને હર્ષભેર વધાવી લીધો હતો.

Back to top button
error: Content is protected !!