BHUJGUJARATKUTCH

ભુજ શહેરમાં પીજીવીસીએલ ની બેદરકારી વચ્ચે વિજધાંધિયા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા 

રાત્રીના ૧૨ વાગ્યે ૫૦ થી ૬૦ લોકોનું ટોળું પીજીવીસીએલ પહોંચ્યું તંત્ર તરફથી કોઈજ પ્રત્યતર નહિ!!..

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતિક જોશી

ભુજ સહિત સમગ્ર કચ્છમાં વીજ ધાંધિયાના અહેવાલો અને ફરિયાદો છાસવારે મીડિયામાં પ્રસારિત થતા હોવા છતાં કોઈજ નક્કર કાર્યવાહી કરવામાં પીજીવીસીએલ સદંતર નિષ્ફળ નીવડ્યું છે. Pતંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરાઈ તે માત્ર દેખાવ પૂરતી થઈ હોય તે અહીંયા સ્પષ્ટ સાબિત થઇ રહ્યું છે. ગત રાત્રીના ૧૨ વાગ્યાની આસપાસ ડીમાર્ટ નજીક આવેલ શિવ આરાધના સોસાયટીના નાગરિકોનું ૫૦ થી ૬૦ જણનું ટોળું પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યું હતું અને ડેપ્યુટી ઈંજનેર તૃપ્તિ બહેનનો સંપર્ક ટેલિફિનિક સંપર્ક કરતા આ અધિકારીએ પોતે માંડવી ખાતે હોવાનું જણાવીને ગ્રાહકોની ફરિયાદ ન સાંબળવાનો સિલસિલો યથાવત રાખ્યો હતો. શિવ આરાધના સોસાયટીના રહેવાસીઓના જણાવ્યા અનુસાર છેલ્લા મહિનાઓથી રાત્રી દરમિયાન ત્રણ-ત્રણ કલાક વીજ ધાંધિયાને લઈને કેટલાય ગ્રાહકોના ઇલેક્ટ્રિક ઉપકરણો બગડ્યા છે. તેની ફરિયાદો પણ કરાઈ છતાં પણ કોઈજ યોગ્ય ઉકેલ આજદિન સુધી ન આવતા ગ્રાહકો રોષે ભરાઈને કચેરીએ પહોંચ્યા હતા. જુનિયર ઈંજનેર ધવલ સોલંકી સાથે વાત કરી હતી. વીજ લાઈનમાં ભડકા થતા હોવાની જાણ કરાઈ ત્યારે થિગડથાગડ કાર્યવાહી કરીને કર્મીઓ નીકળી ગયા બાદ ફરી એજ સ્થિતિ રહેતા વિજતાર નવો જોડવા ગ્રાહકોએ જણાવ્યું ત્યારે કર્મીઓ દ્વારા પોતાપાસે વાયરો ન હોવાનો લુલો બચાવ કર્યો હતો. એ બાબતનો પણ કોઈજ યોગ્ય પ્રત્યુતર આપવા જુનિયર ઈંજનેર સોલંકી સક્ષમ ન હતા તેવામાં ખુદ ડેપ્યુટી ઈંજનેર પોતાનું મકાન ઈંજીનીયરિંગ કોલેજ પાસે છે તે વિસ્તારમાં વીજ ધાંધિયાને લઈને કચેરીના કવાટરમાં રહે છે એપણ સતાનો દુરઉપયોગ છે. જે સૌ જાણે છે છતાંય વીજ ધાંધિયાનું નિવારણ કરવા સક્ષમ નથી અને ગ્રાહકોને માત્ર લોલીપીપ આપવામાં પાવરધા હોવાનું સાબિત કર્યું છે. તંત્રના જવાબ અનુસાર ગ્રાહકોને મૂર્ખ માનતા પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે શિવ આરાધના સોસાયટી સબસ્ટેશનની લાઇન વિસ કિલોમીટરની હોવાની લઈને આવા ફોલ્ટ થઈ રહ્યા છે. ત્યારે આ સબસ્ટેશન ડૉ. દિપક સુથાર હોસ્પિટલ પાસેથી સેવન સ્કાય હોટલ પાસેનું અંતર કેટલું? આવા લુલા બચાવ કરવાને બદલે ગ્રાહકોની મુશ્કેલીઓ સુધારીને કાર્યવાહી કરવામાં ધ્યાન આપવું જોઈએ જેમ વીજ બિલ સમયે કડકાઈ ઘરાવો છો તેવા આકરા પ્રહારો ગ્રાહકોએ કર્યા હતા. નિષ્ફળ ડેપ્યુટી ઈંજનેર તૃપ્તિ બહેને કોના આદેશથી હેડક્વાર્ટર છોડ્યું અને માંડવી ગયા ? જ્યારે એ ઘરમાં જ હોવાનો દાવો ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યો હતો અને ગ્રાહકોની ફરિયાદ ન સાંભળવાની કુટેવ ધરાવે છે એ સાબિત કર્યું હતું અને ડેપ્યુટી ઈંજનેર સુવેરાનો કાર્યકાળ યાદ કર્યો હતો જ્યારે લોકોની ફરિયાદ સાંભળીને નિવારણ કરવામા આવતું હતું એને ધ્યાને લઈને શહેરમાં વ્યાપક પ્રમાણમાં ઉઠતી ફરિયાદોનું નિવારણ લાવી પીજીવીસીએલ પોતાની અણઆવડત તરીકેની છાપ સુધારીને વીજ ધાંધિયા દરમિયાન વ્યસ્ત વ્યસ્ત કોલ આવતા હોવાની ફરિયાદો અને ખુદ ડેપ્યુટી ઈંજનેર પણ ગ્રાહકોના કોલ ઉપાડીને ફરિયાદ સાંભળે તે આવકારદાયક છે શિવ આરાધના સોસસિટીના રહીશો દ્વાર આજે બપોરના બે વાગ્યે કાપડિયા ને આવેદનપત્ર આપી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેવામાં હવે જોવું રહ્યું કે નિમભર પીજીવીસીએલ તંત્ર ગ્રાહકોને પડતી હાલાકીમાં સુધાર લાવી શકવા સક્ષમ નીવડે છે કે “ફિર વહી રફતાર” તે જોવું રહ્યું.

Back to top button
error: Content is protected !!