વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત બગસરામાં મહિલાઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું*
યોગેશ કાનાબાર રાજુલા
*વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત બગસરામાં મહિલાઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ*
—
*બગસરા નગરપાલિકા દ્વારા ‘વુમન ફોર ટ્રી’ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણના જતન અને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’નો ઉપયોગ ન કરવા જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવી*
—
*અમરેલી તા. ૦૬ જૂન, ૨૦૨૫ (શુક્રવાર)* બગસરા નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ અને પર્યાવરણ જતન અંગે જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ રક્ષણનો સંદેશ પ્રસરાવ્યો હતો.
કેન્દ્ર સરકારના મિશન અમૃત ૨.૦ અને DAY-NULM મિશન અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન (GULM)ના સંયુક્ત ઉપક્રમે ‘સ્વચ્છ ભારત મિશન અર્બન’ હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરના નટવર નગર વોટર સમ્પ પ્લાન્ટ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
‘વુમન ફોર ટ્રી’ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓના હસ્તે વૃક્ષારોપણ કરી તેમને પર્યાવરણના જતન માટે જાગૃત્ત કરવામાં આવ્યા હતા.
વૃક્ષારોપણમાં સહભાગી થયેલા તમામને સખીમંડળના બહેનો તેમજ નગરપાલિકા કર્મચારીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અનુરોધ કર્યો. પ્લાસ્ટિકથી થતાં નુકસાન વિશે નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા નાગરિકોમાં જાગૃત્તિ આવે તે માટે વર્કશોપનું આયોજન પણ આ વેળાએ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ બગસરા નગરપાલિકા પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન એ. રીબડીયા, ચીફ ઓફિસરશ્રી, દિલીપભાઈ એન.હુણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકાના સદસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ બગસરા નગરપાલિકાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
*જય