વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૫ ઓક્ટોબર : રાષ્ટ્રનું ગૌરવ અનુભવી વિકાસની વણથંભી વિકાસયાત્રામાં સહભાગી બનતા પદાધિકારો ઓ અને કર્મયોગી ઓ. સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે “વિકાસ સપ્તાહ–૨૦૨૫”ની ઉજવણી કરાઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે અંતિમ દિવસે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “વિકાસ પદયાત્રા”નું આયોજન કરવામાં આવ્યુ હતું. આજરોજ ભુજમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા તથા ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકાસ પદયાત્રાને લીલીઝંડી આપી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિકાસ પદયાત્રા દેશભક્તિના નારા સાથે વાજતે ગાજતે જ્યુબિલી સર્કલથી ટાઉન હોલ સુધી યોજાઈ હતી.ભુજ ખાતેની વિકાસ પદયાત્રામાં ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનરશ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમે લીલીઝંડી આપીને મહાનુભાવોની સાથે સહભાગી બન્યા હતા. આ વિકાસ પદયાત્રામાં નગરપાલિકા, શિક્ષણ વિભાગ, આઈ.ટી.આઈ, જિલ્લા આરોગ્ય, આઈસીડીએસ, રમતગમત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગુજરાત યોગ બોર્ડ, હોમગાર્ડના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ જોડાયા હતાં.આ સાથે જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.આર. પ્રજાપતિ, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દેવાંશી ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મિતેશ ભંડેરી સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો રાષ્ટ્રનું ગૌરવ અનુભવી વિકાસની વણથંભી વિકાસયાત્રામાં સહભાગી બન્યા હતાં.