અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
*અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં વિકાસ સપ્તાહ રથનું સ્વાગત કરાયું*
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં અણિયોર, મોલ્લી, માલપુર, કાસવાડા , ગાજણ ગામોમાં ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત વિકાસ રથનું ઉત્સાહપૂર્વક અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.લોકોને સરકારના ઉત્તમ વિચાર ગુજરાત સરકાર ગ્રામીણ વિકાસ અને જનકલ્યાણ માટે સતત પ્રયાસરત છે. વિકાસ રથ દ્વારા ગામડાઓમાં સરકારની યોજનાઓની માહિતી પહોંચાડીને લોકોને સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ય છે, જેનાથી સ્થાનિક સમુદાયોમાં સકારાત્મક ફેરફાર લાવી શકાય અંગે પણ મહાનુભાવોએ જણાવ્યું હતું
માલપુર તાલુકામાં આયોજિત આ કાર્યક્રમમાં તાલુકાના પદાધિકારીઓ, અધિકારી ઓ, અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિકાસ રથ દ્વારા લોકોને સરકારી યોજનાઓના લાભો અને તેના અમલીકરણની પ્રક્રિયા વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી. આ જાણકારીથી ગામડાઓમાં વિકાસની ઝુંબેશને નવી દિશા મળી છે, અને લોકો પોતાના વિકાસમાં સક્રિય ભાગીદારી નિભાવવા તૈયાર થઈ રહ્યા છે. ખાસ કરીને પશુપાલન સંબંધિત યોજનાઓએ ખેડૂતોમાં ખાસ રુચિ જગાવી છે.આ કાર્યક્રમ દ્વારા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ, જેમ કે ગ્રામીણ પાણી સપ્લાય, શિક્ષણ, આરોગ્ય, અને પશુપાલન સંબંધિત લાભોની માહિતી લોકો સુધી પહોંચાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો. આ પ્રકારના કાર્યક્રમોથી સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે, અને તેઓ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આગળ આવી રહ્યા છે. વિકાસ રથ દ્વારા ગામડાઓમાં જાગૃતિ ફેલાવવાની સાથે-સાથે સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે પણ ચર્ચા થઈ, જેનાથી ગ્રામવાસીઓમાં આશા જાગી છે.