GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાત પોલીસના 118 પોલીસ કર્મીઓને ચંદ્રક એનાયત

ગુજરાત પોલીસમાં ઉત્કૃષ્ટ સેવા બદલ રાજ્યના પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજાયેલા સમારોહમાં 118 પોલીસ કર્મીને ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે. આ સમારોહમાં રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી હાજર રહ્યા હતા.

ગુજરાત પોલીસના 118 પોલીસ કર્મીઓને ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેડલ્સ મેળવનાર સૌ પોલીસ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, યુનિફોર્મ સર્વિસમાં જ્યારે કોઈ અધિકારી-કર્મચારીના વર્દી ઉપર ચંદ્રક, પદક, કે બેઝ લાગે છે, ત્યારે તેઓ મનમાં ગર્વ અનુભવે છે. રાજ્યના અધિકારીઓ-કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરી અલંકૃત કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!