AHAVADANGGUJARAT

સાપુતારાનાં ચીફ ઓફીસરની બદલી અંગે ઉકેલ ન આવતા ગ્રામજનોએ ચૂંટણીનાં બહિષ્કારનું અલ્ટીમેટમ આપ્યુ.

સાપુતારા નવાગામવાસીઓ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ગિરિમથક સાપુતારાનાં નોટિફાઈડ એરીયા કચેરીનાં તત્કાલીન ચીફ ઓફિસર ડો.ચિંતન વૈષ્ણવની ફરી સાપુતારામાં જ નિમણૂક કરવાની માંગ સાથે સાપુતારા નવાગામનાં ગ્રામજનોએ રાજ્યપાલને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ..

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.ચિંતન વૈષ્ણવની બદલી ટૂંકા ગાળામાં જ કરવામાં આવતા માનલો બીચકયો હતો.અગાઉ આ બદલીનાં વિરોધમાં સાપુતારા નવાગામનાં ગ્રામજનોએ બે દિવસ સુધી સાપુતારા સજ્જડ બંધ પાળતા પ્રવાસન સ્થળે કાગડા ઉડી રહ્યા હતા.આ પ્રવાસન સ્થળની વાત કરીએ તો ગિરિમથક સાપુતારા ખાતે આવેલ નોટિફાઈફ એરીયા કચેરીમાં વર્ષોથી ઈન્ચાર્જ ચીફ ઓફિસરથી ગાડુ ગબડાવવામાં આવતુ હતુ.તેવામાં અનેક રજૂઆતો બાદ અહી કાયમી ચીફ ઓફિસર તરીકે ડો. ચિંતન વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી હતી.તેમના આગમન બાદ સાપુતારામાં વિકાસનાં કાર્યોને વેગ મળ્યો હતો.સાથે સાપુતારાની રોનક વધી હતી.તેમજ કર્મચારીઓ પણ શિસ્તબદ્ધ નિયમમાં કામગીરીમાં જોતરાયા હતા.ઉપરાંત સાપુતારાથી બે કિલોમીટર દૂર આવેલા નવાગામમાં પણ લોક સમસ્યાનો ઉકેલ આવ્યો હતો.પરંતુ માત્ર ત્રણ જ માસનાં ટૂંકા ગાળામાં રાજ્ય સરકાર દ્વારા સારી અને પ્રામાણિક પણે કામગીરી કરનાર ડો.ચિંતન વૈષ્ણવની બદલી ભાવનગર ખાતે કરી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.સાપુતારાનાં તત્કાલીન ચીફ ઓફીસરની બદલીનાં વિરોધમાં ગ્રામજનો રઘવાયા હતા.અને સાપુતારા બંધનું એલાન કરી રસ્તા રોકો આંદોલનનું અલ્ટીમેટમ આપ્યુ હતુ. ઉપરાંત લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી.સાપુતારા નવાગામનાં લોકોનો રોષ પારખી જઈ ડાંગ ભાજપાનાં અગ્રણીઓએ ગ્રામજનો સાથે મુલાકાત કરી જે-તે સમયે મામલો થાળી પાડ્યો હતો.પરંતુ ગ્રામજનોની સમસ્યાનો આજદિન સુધીમાં ઉકેલ નહીં આવતા હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે.આજરોજ આ બાબતે નવાગામ સાપુતારાના અગ્રણી પુંડલિકભાઇ ગાંગુર્ડે તથા ગ્રામજનોએ રાજ્યપાલને સંબોધીને ડાંગ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યુ હતુ કે સાપુતારા નવાગામના સ્થાનિક રહીશોની લાગણી અને માંગણી મુજબ નોટિફાઇડ એરિયા કચેરી સાપુતારાનાં તત્કાલીન ચીફ ઓફિસર ડો.ચિંતન વૈષ્ણવની ફરી સાપુતારા ખાતે નિમણૂક કરવી જોઈએ.સાપુતારા ખાતે ફરજ બજાવતા તત્કાલીન ચીફ ઓફિસર ડો.ચિંતન વૈષ્ણવે સાપુતારા-નવાગામના હિતમાં માત્ર ત્રણ માસના ટૂંકા સમયમાં હકારાત્મક કાર્યો કર્યાં હતા.જેમની ગત તા. 29-02-2024ના રોજ રાજ્ય સરકારે અત્રેથી બદલી કરતા અમે સ્થાનિક રહીશો ખૂબ જ દુ:ખની લાગણી અનુભવી રહ્યા છીએ.
આ બાબતે નવાગામનાં રહીશોએ ગત તા.01-03-2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી જાણ કરી છે અને ડો.ચિંતન વૈષ્ણવની બદલી રોકવા વિનંતી કરી છે.તેમ છતાં તેના પ્રત્યે દુર્લક્ષતા સેવવામાં આવતા ગત તા.04-03-2024નાં રોજ સાપુતારા સજ્જડ બંધનું એલાન આપી બંધ રાખવામાં આવ્યુ હતુ.ત્યારબાદ ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલે પણ ગ્રામજનોના પ્રશ્નને સરકાર સમક્ષ વંચાણે મૂકતા ગત તા.12-03-2024ના રોજ તેમના લેટર પેડ ઉપર મુખ્યમંત્રીને માંગણી અને લાગણી પહોંચાડી હતી.તેમ છતા આજદિન સુધી આ વિસ્તારના હિતધારક એવા ડો.ચિંતન વૈષ્ણવની સાપુતારા ખાતે નિમણૂક થઇ નથી.વધુમાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામજનોને  કોઈ પણ ઉકેલ ન આપતા  રઘવાયા બનેલ ગ્રામજનોએ આજરોજ રાજ્યપાલને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લોકસભાની ચૂંટણીનાં બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો છે.બોક્ષ-(1) સાપુતારા નવાગામનાં આગેવાન પુંડલીક ગાંગુર્ડેએ જણાવ્યુ હતુ કે સાપુતારાનાં તત્કાલીન ચીફ ઓફીસર ડો.ચિંતન વૈષ્ણવનો સાપુતારાનાં વિકાસમાં ઉમદા ફાળો હતો,એટલે જ લોકોને પોતીકા લાગે છે.છેવાડેનાં ગરીબ લોકો કોઈ અધિકારીને ક્યારે યાદ રાખે, જ્યારે એ સારું કામ કરે,લોકોની સમસ્યાનો ઉકેલ લાવે,જેથી ડો.ચિંતન વૈષ્ણવ લોકોને પોતીકા લાગે છે.એટલે જ એમના પ્રત્યે લોકોમાં પ્રેમ જોવા મળી રહ્યો છે.સાપુતારાએ જે વિકાસની ગતિ પકડી હતી એમાં એમનો ઉમદા ફાળો છે.અગાઉ બોર્ડની પરીક્ષા અને પ્રવાસીઓને ધ્યાને લઈ અમે તંત્ર સાથે સમજૂતી કરી લીધી હતી.પરંતુ અમારી માંગણી જો નહીં સ્વીકારાય તો ચોક્કસપણે અમે ગ્રામજનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશુ..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!