GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગામમાં ની રૂપારેલ નદી ઉપર ના પુલો બનાવા બાબતે તાલુકા સભ્ય સહિત ગ્રામજનોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.

 

તારીખ ૧૩/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા વેજલપુર ગામે આવેલ રૂપારેલ નદી ઉપર ચાર નવા પુલો બનાવા બાબતે આજ રોજ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું પ્રાપ્ત માહીતી મુજબ વેજલપુર માંથી પ્રસાર થતી રૂપારેલ નદી ઉપર બગલીના ધાર ઉપર થી લઈને મહાદેવ મંદિર તરફ જતા રસ્તા ઉપર નવા નાળાનું કામ નાની મસ્જિદ થી લઈને વાલ્મીકિ વાસ તરફ જતા રસ્તા ઉપર નવું પુલ બનાવ તેમજ ભોઈવાળા તરફ જતા રસ્તા ઉપર નવું પુલ તેમજ ઉર્દુ શાળા થી લઈને રોહીતવાસ તરફ જતા રસ્તા ઉપર નવું પુલ બનાવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વેજલપુર ગામ એ રૂપારેલ નદીના કિનારે આવેલ છે વેજલપુર ગામની અંદાજીત ૧૫ થી ૧૮ હજારની ઉપરાંત વસ્તી વસેલી છે.નદીના પૂર્વ કાંઠે રોહિત વાસ, ભોઈ વાળા,મોટા પટેલ વાળા,વાલ્મિકી વાસ, જોડિયાકુવા જેવા વિસ્તારો આવેલા છે અને આમ ઉર્દુ શાળા તરફ થી રોહિત વાસ તરફ જતા રસ્તા આવવા જવા માટે આઝાદી પછી પણ આજ દિન સુધી કોઈ પણ આર સી.ડિપ કે નાળુ બનાવામાં આવેલ નથી જેના કારણે જેના કારણે રૂપારેલ નદીના પશ્ચિમ થી પૂર્વ દિશા તથા પૂર્વ થી પશ્ચિમ દિશા તરફ નાના મોહલ્લા, ઘુસર રોડ, રોહિતવાસ, ભોઇવાડ, મુખ્ય બજારમાં અવર-જવર કરવા માટે ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ વખતે તેમજ ગામના ગંદા પાણીમાંથી સ્થાનિક રહીશો તેમજ શાળામાં જતા બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવુ પડે છે. તેમજ અસહ્ય ગંદકીના કારણે અવર-જવર કરવામાં ખૂબજ તકલીફોનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે વેજલપુર ગામમાં નાની મસ્જીદ પાસેથી પસાર થતી રૂપારેલ નદી પાર કરીને સામે છેડે એટલે કે ભોઈવાડ, મોટા પટેલવાડાના પૂર્વ દિશા તરફ વસવાટ કરતા લોકોને પશ્ચિમ દિશા તરફ એટલે કે મેઈન બજાર તરફ આવવા જવા માટે પાકુ પુલ બ્રિજ, ડીપ, આર.સી.સી. નાળુ ના હોવાના કારણે ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો ભોઈવાડા, મોટા પટેલવાડા તરફ જવા માટેનો રસ્તો ન હોવાના કારણે ચોમાસામાં તથા અન્ય ઋતુમાં ખુબજ કાદવ કિચડ અને દુર્ગદ મારતી ગંદકીમાંથી અવર-જવર કરવી પડે છે ચોમાસાની ઋતુમાં પ્રસાર થવા માટે પાકુ પુલ બ્રિજ ડીપ આર.સી.સી. પુલના હોવાના કારણે અવર જવર કરવામાં ઘણી તકલીફો પડે છે.તેમજ તથા મોટા મોહલ્લા અને બગલીના ઢાળ પાછળ થી પસાર થતી રૂપારેલ નદી ઉપર આશરે ૨૫ વર્ષ પહેલા નાળુ બનાવેલ હતુ જે હાલ જર્જરીત હાલતમાં છે તેમજ વાલ્મીકી વાસ ટેકરી તથા વાલ્મીકીવાસ તથા ડેરીમાં દૂધ ભરાવવા જવા માટે પશ્ચિમ દિશા તરફ અવર જવર કરવામાં હાલ જે નાળુ છે તે જર્જરીત હોવાના કારણે તથા અસહ્ય દુર્ગંધ મારતા કાદવ કીચડમાંથી પસાર થઇ અવર જવર કરવામાં ખુબજ તકલીફો તથા સમસ્યાઓ ઉભી થાય છે અને શાળામાં ભણતા બાળકોને ખુબજ મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે તાજેતરમાં ખુબજ વરસાદ પડતાં ત્રણ નાળા સંપૂર્ણ જર્જરીત હાલતમાં હોય હાલ તેના ઉપર થી પ્રસાર થવું ખુબજ મુશ્કેલી વાળું બન્યું છે આમ આવેદનપત્ર માં જણાવ્યા મુજબ વહેલી તકે ચાર વિસ્તારમાં જુના જર્જરીત નાળાને દૂર કરીને નવા આર.સી.સી બ્રિજ બનાવામાં આવે તેવું માંગ સાથે તાલુકા સભ્ય અને ગ્રામજનોએ માંગ કરી હતી.

Back to top button
error: Content is protected !!